Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

દ્વારકા જગત મંદિરે પત્રકાર સાથે માથાકુટ બાદ પો.સ.ઇ. બીપીન જોગલની અમરેલી બદલી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૬ : થોડા સમય પહેલા દ્વારકા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં કવરેજ બાબતે એક ટીવી ચેનલના પત્રકાર સાથે ગેરવર્તણુંક થઇ હતી. જે બાબતે દ્વારકા મંદિર વ્‍યવસ્‍થાના પો.સ.ઇ. બીપીન જોગલ સામે ફરીયાદ પણ કરાઇ હતી તથા આ બાબતે તપાસ પણ હાથ ધરવામાં આવી હતી તે  પો.સ.ઇ. બીપીન જોગલને અમરેલી જિલ્લામાં બદલી કરીને અહીંથી છુટા કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

(2:38 pm IST)