Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

રામપર પાસે અકસ્‍માતમાં યુવાનનું મોત

ફલ્લા : જામનગર તાલુકાનાં ફલ્લા ગામ નજીકનાં રામપર ગામનાં પાટીયા પાસે ઇકો કાર ટ્રક પાછળ ઘુસી જતા ઇકો કારનાં ચાલકનું ગંભીર ઇજા સબબ મોત થયેલ છે. ઇકો કાર નં. જી. જે.-૦૩ એમ. ઇ. ૪૩પ૪ નાં આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. ગંભીર ઘાયલ યુવાનને જામનગરની જી. જી. હોસ્‍પિટલમાં લઇ જવાતા મૃત્‍યુ નીપજયું હતું. યુવાન જામનગરના વિભાપર ગામનો અને સંતવાણીનાં કાર્યક્રમમાં વાજીંત્ર વગાડવાનું કામ કરતો હોવાનું જાણવા મળે છે. (તસ્‍વીર : મુકેશ વરિયા-ફલ્લા)

(1:25 pm IST)