Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

દરેડ ગામે પરપ્રાંતિય શખ્‍સ તમંચા સાથે ઝડપાયો

જામનગર તા. ૬ :.. એલ. સી. બી. સ્‍ટાફના ભગીરથસિંહ સરવૈયા તથા દિલીપભાઇ તલાવડીયા, દોલતસિંહ જાડેજા મળેલ હકિકત આધારે આરોપી મહેન્‍દ્ર રાજકુમાર ભગવાનદાસ ખંગાર રહે. દરેડ મુળ રહે. રાજય મધ્‍યપ્રદેશ વાળાને દરેડ બસ સ્‍ટેન્‍ડ પાસેથી લાયસન્‍સ પરવાના વગરનાં દેશી બનાવટનો તમંચો ૧ કિ. રૂા. ૧૦,૦૦૦ તથા કાર્ટીસ નંગ-૧, કિ. રૂા. ર૦૦ મળી કુલ રૂા. ૧૦,ર૦૦ સાથે પકડી પાડી મજકૂર વિરૂધ્‍ધ પો. હેડ કો. યશપાલસિંહ જાડેજા એ ફરીયાદ રીપોર્ટ આપતા પો. હેઙ કો. હિતેન્‍દ્રસિંહ જાડેજાએ હથિયારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

સદરહુ હથિયાર આરોપી મીઠુલાલ ભયાલાલ અહીવાલ રહે. દરેડ મુળ મધ્‍ય પ્રદેશ રાજય નાઓએ સપ્‍લાય કરેલ હોય તથા આરોપી દિનેશ ઉર્ફે દિપક જેઠાભાઇ રહે. દરેડ નાઓએ સદરહુ હથિયાર મંગાવેલ હોય જેથી બન્ને વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી ચાલુમાં છે.

આ કાર્યવાહી પો. ઇ. જે. વી. ચૌધરી તથા પો. સ. ઇ. એસ. પી. ગોહીલ નાઓ તથા સ્‍ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલ, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, ફીરોજભાઇ ખફી, અજયસિંહ ઝાલા, ઘનશ્‍યામભાઇ ડેરવાળીયા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, કિશોરભાઇ પરમાર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:25 pm IST)