Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

હાલારમાં મહિલાઓ માટેનં પ્રથમ મલ્લકુસ્‍તીના મેદાનનું ધ્રોલમાં ઉદ્‌્‌ઘાટન

ધ્રોલ તા. ૬ :.. જામનગર જીલ્લામાં મહિલાઓ માટે મલ્લ કુસ્‍તીનું મેદાન ધ્રોલ ખાતેની જી. એમ. પટેલ, કન્‍યા ખાતે સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા મંજૂર કરવામાં આવેલ છે આ કુસ્‍તીના મેદાન માટે જરૂરી કુસ્‍તીમેટ તથા પ્રમાણ પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ ઉમીયાજી પરિવાર એજયુકેશન ટ્રસ્‍ટના પ્રમુખ બી. એચ. ઘોડાસરાના પ્રમુખ સ્‍થાને યોજવામાં આવેલ.

ધ્રોલની જી. એમ. પટેલ કન્‍યા વિદ્યાલય ખાતે જામનગર જીલ્લામાં સર્વ પ્રથમ મહિલાઓ માટે મલ્લ કુસ્‍તીનું મેદાન તૈયાર કરવામાં આવેલ. જેનું શાષાોકત વિધીથી ઉદઘાટન કરવામાં આવેલ. આ મલ્લ કુસ્‍તીમાં ભાગ લેનાર બહેનો માટે સ્‍પેશ્‍યલ ડ્રેસ દાતા શ્રી રાજમલસિંહ જાડેજા તરફથી ચેક અર્પણ કરવામાં આવેલ.

આ પ્રસંગે પ્રમુખ સ્‍થાનેથી ઘોડાસરાએ કુસ્‍તી અને રમતોનું મહત્‍વ સમજાવેલ તેમજ સર્મપીત યુવાનોને તૈયાર કરવા ગામડે ગામડે રમતના મેદાનો અને પુસ્‍તાકલય પ્રવૃતિને ભવિષ્‍યમાં રમત ક્ષેત્રે આગળ વધે તેવી શુભેચ્‍છા પાઠવી હતી.

આ કાર્યક્રમમાં ટ્રસ્‍ટના શિક્ષણ સમિતિના ચેરમેન ભગવાનજીભાઇ કાનાણી, જા. જી. પં. શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજા, માધ્‍યમિક શિક્ષણ બોર્ડના સભ્‍ય હરપાલસિંહ જાડેજા, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઇ મુંગરા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયંતીભાઇ કગથરા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.

આ કાર્યક્રમ પ્રસંગે ડી. એલ. એસ. એસ. કુસ્‍તી કોચ ગૌતમભાઇ દેસાઇના હસ્‍તે મંત્રોચ્‍ચાર સાથે કળશ વિધિ કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન દિવ્‍યરાજસિંહ રાણા એ તેમજ આભાર વિધી શાળાના શિક્ષીકા લીલાબેન સીતાપરાએ કરેલ.

(2:38 pm IST)