Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

મોરબીના આમરણ પાસે પુલની રેલીંગ સાથે અથડાઇ ટેન્‍કર નદીમાં ખાબક્‍યું : ચાલકનું મોત

(પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૬ : મોરબીના આમરણ જોડિયા રોડ પર ડેમી નદીના પુલ પર રફતારની ગતિમાં ચાલતું ટેન્‍કરે પુલની રેલીંગ સાથે અથડાઇ નદીમાં ખાબકતા ટેન્‍કર ચાલકનું મોત નીપજયું હતું.  મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસમાં બોનીભાઇ પરસોત્તમભાઇ ભુજપરીયાએ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં જણાવ્‍યુ હતું કે, તારીખ  ૨૯ ના રોજ  રાજસ્‍થાનના રહેવાસી  પીયુષકુમાર ફુલસિંગ મીણા પોતાના હવાલાનું અશોક લેયલન્‍ડ ટ્રક ટેન્‍કર GJ-12-BX-4697 લઈને  પુરઝડપે ડ્રાઇવિંગ કરી રહ્યા હતા. જેને પગલે ટેન્‍કર બેકાબૂ થઇ ગયું હતું અને આમરણ જોડીયા રોડ ઉપર આવેલ ડેમી-૩ નદીના પુલ પરની રેલીંગ સાથે ટેન્‍કર અથડાતાં અકસ્‍માત સર્જાયો હતો. તેઓ ટેન્‍કર સહીત નદીના પાણીમાં પડી ડુબી જતા પીયુષકુમારને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે કારણોસર પીયુષકુમારનું મોત નીપજયું હતું.જે મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્‍હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

બાઇકની ઉઠાંતરી

મોરબીના લાલપર ગામે રહેતા ફરિયાદી પપ્‍પુભાઈ કૈલાશભાઈ શાહુએ મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, તેણે રૂપિયા ૬૦,૦૦૦ની કિંમતનું બલ્‍યુ કલરનુ ટીવીએસ કંપનીનું  મોટર સાયકલ GJ-36-AE-3640 2022નું મોડેલ નગર દરવાજા ચોકમાં આવેલ ચંપલની લારીઓ પાસે આવેલ જાહેર પાર્કીંગમાં પાર્ક કર્યું હતું. જેની ચોરી થઈ છે.હાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2:38 pm IST)