Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

મોરબીના રામધન આશ્રમ ખાતે ચાલતી દેવી ભાગવત કથાની કાલે પુર્ણાહૂતિ

દેવી ભાગવત કથામાં વિવિધ પાવનકારી પ્રસંગો ધામધૂમથી ઉજવાયા .

  ફોટો katha
ગઇકાલે કશ્યપ ઋષી તેની પત્નીઓ દ્વિતી અદ્વિતિય ની કથાથી લઈને દેવકી વશુદેવ ના ૬ સંતાનોના શ્રાપિત મૃત્યુની કથામાં ભાવિકોને રશબોલ કરી રતનેશ્વરી દેવીએ મનભરી રાસ રમાડ્યા હતા.
આ તકે સહપરિવાર કથાશ્રવણ માટે પધારેલ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ રામધન આશ્રમની ધાર્મિક ઉપરાંત સામાજિક,સેવાભાવિ પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
દેવી ભાગવત કથામાં વિવિધ પાવનકારી પ્રસંગો ધામધૂમથી ઉજવાયા
 મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમ ખાતે તારીખ 30 જાન્યુઆરીથી ભવ્ય દેવી ભાગવત કથાનો પ્રારંભ થયો છે. આ કથાનો આવતીકાલે તારીખ 7 ફેબ્રુઆરીને મંગળવારના દિવસે કથાની પૂર્ણાહુતિ થશે. અત્યાર સુધી દરરોજ કથામાં પાવનકારી પ્રસંગો ધામધૂમથી ઉજવાયા છે. દરરોજ બાળવિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે.
જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ- મહેન્દ્રનગર દ્વારા સર્વ જીવ કલ્યાણ અર્થે રામધન આશ્રમ ખાતે દેવી ભાગવત કથા ચાલી રહી છે. દરરોજ સવારે 9 થી 11 અને બપોરે 3 થી 5 વાગ્યા સુધી બાળવિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) પોતાના મધુર અને સુરીલા કંઠથી સંગીતમય શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ ઉપરાંત કથામાં દરરોજ પાવનકારી પ્રસંગો ઉજવાઈ રહ્યા છે. ત્યારે આવતીકાલે કથાની પૂર્ણાહુતિ હોય સૌને લ્હાવો લેવા આમંત્રણ પાઠવાયું છે

 

(6:22 pm IST)