Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં ૧૬ ફેબ્રુઆરીથી ૧૫મી એપ્રિલ સુધી પ્રવેશબંધી

મોરબી:રાજકોટ શહેર પોલીસ દળના આર્મ્ડ/અનઆર્મ્ડ પોલીસ અધિકારી/કર્મચારીઓની ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેકટીસ લેવા માટે તા.૧૬/૦૨/૨૦૨3 થી તા.૧૫/૦૪/૨૦૨૩ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશવા સામે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે

આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ફાયરીંગ રેન્જ ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉત્તરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૧૬/૦૨/૨૦૨૩ થી તા.૧૫/૦૪/૨૦૨3 સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.

 

(11:03 pm IST)