Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

પાલીતાણાના યુવાન ઉપર થયેલા ખુની હુમલાના કેસમાં ત્રણ આરોપીઓને ૧૦ વર્ષની સજા ફરમાવતી કોર્ટ

અન્ય એક મહિલા આરોપીનો નિર્દોષ છુટકારો : ભાવનગર કોર્ટનો ચુકાદો

ભાવનગર તા.૬: બે વર્ષ પુર્વે પાલીતાણા ખાતે પૈસાની લેતીદેતી બાબતે એક યુવાન ઉપર એક મહિલા સહિત ત્રણ શખ્સોએ જવલેણ હુમલો કર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ હતી. આ  અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની અદાલતમાં ચાલી જતા અદાલતે ંફૂ સરકારી વકીલ વિપુલ દેવમુરારીની અસરકારક દલીલો, આધાર પુરવા, સાક્ષીઓ, વિગેરે ધ્યાને રાખી ત્રણ આરોપીઓને ૧૦ વર્ષની સખ્ત- કેદની સજા અને રોકડ દંડ ફટકાયો હતો. જયારે અન્ય એક મહિલા આરોપીને છોડી ર્રૃીદ્દદ્દ અદાલતે હુકમ કર્યો હતો.

આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરીયાદી મહેબુબભાઇ ઉર્ફે અક્ષય મહમદભાઇ મહેતર મુસ્લીમ ઘાંચી (ઉ.વ.૩૯, રહે. ઘેટી રીંગ રોડ, પાલીતાણા.) નામના યુવાને એવા મતલબની પોલીસ ફરીયાદ નોંધાવી હતી કે તા.૨૭/૨/૨ર૦૧૯ ના રોજ પોતાની ફુટ લારી ભરીને મેઇન બજાર ભૈરવનાથ મંદિરની સામે પાલીતાણા ખાતે વેપાર કરતા હતા તે વેળાએ સાંજના સુમારે આ કામના આરોપીઓ (૧) સદામ મહેબૂબભાઇ ભટ્ટા (ઉ.વ.૨૭ રહે.ખત્રીવાડ,ખોનન મસ્જીદ પાછળ, પાલીતાણા) (૨) ઇમ્તીયાજ કાળુભાઇ કાઝી (ઉ.વ.૨૦રહે. હાથીયાધાર, પાલીતાણા) (૩) લતીફ જીભાઇ બેલીમ (ઉ.વ.ર૮, રહે. હાથીયાધાર,પાલીતાણા,). (૪) નઝમાબાનુ ઉર્ફે નસીમબેન મહેબુબભાઇ ભટ્ટા (ખત્રીવાડ, પાલીતાણા) સહિતનાઓએ એક સંપ કરી ઘટના સ્થળે આવી ફરીયાદીને કહેલ કે સલીમભાઇ શમા એ આપેલા રૂપિયા આપી દે નહી તો જાનથી પતાવી દેવો છે તેમ કહીને ઉકત આરોપીઓએ લાકડી ધોકા પાઇપ અને તલવાર વડે ફરીયાદી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. અને ઇજા પહોંચાડી હતી.

ગંભીર રીતે ઘવાયેલા ઇન્ગગ્રસ્ત ને સૌ પ્રથમ માનસિંહજી હોસ્પીટલ પાલીતાણા ત્યારબાદ ભાવનગરની સર.ટી.હોસ્પીટલમાં અને વધુ સારવાર માટે અમદાવાદની વી.એસ હોસ્પીટલમાં ખસેડાવેલ ઉકત આરોપીઓએ એક સંપ કરી તિકણ હથીયારો વડે હુમલો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જીવલેણ હુમલો ફર્યા ની પોલીસ ફરીયાદ મહેબુબભાઇ મહેતરે પાલીતાણા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ઇપીકો કલમ ૩૦૭, ૩૨૫, ૩૨૩, ૫૦૬(૨), ૩૪ જીપીએકટ ૧૩૫ સહિતનો ગુનો નોંધીયો હતો.

આ અંગેનો કેસ બાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ દઆર.ટી.વચ્છાણી ની અદાલતમાં ચાલી જતા અદાલતે જીજ્ઞા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો મૌખીક પુરાવા ૩૪ દસ્તાવેજ પુરાવા ૪૮ વિગેરે ધ્યાને લઇ આ કામના આરોપીઓ (૧) સદામ મહેબુબભાઇ ભટ્ટા (૨) ઇમ્તીયાજ કાળુબાઇ કાઝી (૩) લતીફ જીભાઇ બેલીમની સામે ઇપીકો કલમ ૩૦૭ સાથે વાંચતા કલમ ૩૪ મુજબના ગુના સબબ ત્રણેય આરોપીઓને તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા, પ્રત્યેક આરોપીઓને રૂા, ૧૦ હજારનો દંડ આરોપીઓ દંડ ન બરે તો વધુ ૨૦ દિવસી સજા ઇપીકો કલમ ૩૨૫ મુજબના ગુનામાં આરોપીઓને પ વર્ષની સજા રોકડા રૂ. પાંચ હજારનો દંડ, આરોપીઓ દંડ ન ભરે તો વધુ ૧૫ દિવસની સજા, ઇપીકો કલમ ૩૨૩ મુજબના ગુનામાં આરોપીઓને ૬ માસની સજા અને રા. ૧ હજારનો દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ સાત દિવસની સજા, ઇપીકો કલમ ૫૦૬(૨) મુજબના ગુના સબબ ત્રણેય આરોપીઓને એક વર્ષની કેદની સજા અને રોકડા રૂ. એક હજારનો દંડ આરોપીઓ દંડ ન  ભરે તો ૭ દિવસની દ્દદ્દફૂ અદાલતે ફટકારી હતી. જયારે અન્ય એક મહિલા આરોપીને છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો.

(10:49 am IST)