Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

કચ્છમાં ૪૮ લાખનો દારૂ ઝડપાયો

ભચાઉ પાસે ચામુંડા કાઠિયાવાડી હોટલમાં ગયા મહિને ડિલિવરી આપ્યા બાદ બીજી ખેપે પોલીસે પકડયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૬ : કચ્છના વાગડ તરીકે ઓળખાતા ભચાઉ રાપર પંથકના કુખ્યાત બૂટલેગરો ઝડપાયા બાદ પણ લાખો રૂપિયાના દારૂની ખેપ ચાલુ છે. પૂર્વ બાતમીના આધારે આડેસર પોલીસે બંધ બોડીના ટેમ્પામાંથી ૪૭.૮૧ લાખનો દારૂ ઝડપી પાડયો છે.

ટેમ્પો ચાલક જોગીન્દરસિંઘ પુરિસિંઘ રાજપૂત જમ્મુનો રહેવાસી છે અને હરિયાણાથી ભચાઉના વોંધ ગામે આવેલ ચામુંડા કાઠિયાવાડી હોટેલમાં દારૂની ડિલિવરી આપવા આવ્યો હતો.

ગયા મહિને માર્ચમાં પણ પોતે કચ્છની આ જ હોટેલમાં દારૂની ડિલિવરી આપવા આવ્યો હોવાનું ટેમ્પો ચાલક જોગિંદરર્સિંઘે જણાવ્યું હતું.  પોલીસે દારૂ ઉપરાંત વાઇફાઇ ડીવાઈસ અને ટેમ્પો મળી કુલ ૬૭.૯૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

(10:50 am IST)