Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

જૂનાગઢમાં લોહાણા મહાજન દ્વારા કોરોના વેકિસનેશન કેમ્પ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૬ : જુનાગઢ લોહાણા મહાજનવાડી ખાતે લોહાણા મહાજન દ્વારા આરોગ્ય વિભાગના સહયોગથી કોરોના વેકિસનેશન કેમ્પ યોજાયો હતો. બહોળી સંખ્યામાં લોકોએ વેકિસનેશનનો લાભ લીધો હતો.

કોરોના વાયરસને લઇ સરકાર દ્વારા રાજયભરમાં ચાલતા વેકિસનેશન કેમ્પ અંતર્ગત લોકોને વેકિસનેશન લેવામાં સરળતા રહે તે માટે જુનાગઢ લોહાણા મહાજનવાડી ખાતે લોહાણા મહાજન દ્વારા મહાનગરપાલિકાના સહયોગથી બપોરે ૩થી ૬ દરમિયાન કોરોના વેકિસનેશનનો કેમ્પ યોજાયો હતો.

લોહાણા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ, તેમજ મહામંત્રી નંદલાલભાઇ ચોલેરાના માર્ગદર્શન નીચે તેમજ મહાનગરપાલિકાના હેલ્થ ઓફિસર ડો. રવિ ડેડાણીયા ના નિદર્શન નીચે આરોગ્ય વિભાગના સહયોગથી લોહાણા મહાજન દ્વારા આયોજિત કોરોના વેકિસનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ વેકિસનેશનનો લાભ લીધો હતો.

આ તકે વેકિસનેશન કેમ્પને સફળ બનાવવા  વિજયભાઈ ખખ્ખર, રવિભાઈ કારીયા, રમેશભાઈ પરપડા, સંજયભાઈ ચોલેરા, મનીષભાઈ સાગલાણી, પંકજભાઈ ભટ્ટેચા, પંકજભાઈ પલાણ, હિમાંશુભાઈ કારીયા, પરાગભાઈ સાદરાણી, દીપકભાઈ રૂપારેલીયા સહિતના લોહાણા મહાજનના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(10:50 am IST)