Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

બગસરામાં ધક્કા મારો અને બસમાં બેસો : એસ.ટી. અમારી ધક્કા મારવાની જવાબદારી તમારી

(સમીર વિરાણી દ્વારા) બગસરા તા. ૬ : એસ.ટી ડેપોમાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિ જોવા મળી છે અહીં એસ.ટી તંત્ર એટલું ખાડે ગયું છે કે વાત પૂછોમાં બગસરા એસટી બસ માં મુસાફરો અને બેસવું હોય તો વહેલી સવારે ઉઠી ને બહાર જવા માટે નીકળવા સમયસર પહોંચવા માટેના લોકોના પ્રયાસો હોય છે પણ બગસરા એસટી બસ સ્ટેન્ડમાં આવતા અહીં કંઈક વિચિત્ર જોવા મળે છે લોકોને ખબર હોય કે બસમાં બેસીને વહેલા ટાઈમ સર આપણું કામ પતાવી લેશું પરંતુ અહીં સાવ ઊલટું જોવા મળે છે.

બગસરા એસટી બસમાં મુસાફરોને બેસવું હોય તો પહેલા ધક્કા મારો અને પછી બસમાં બેસો તે પછી કોઈ દર્દી હોય કે મોટી ઉંમરનો માણસ હોય કે કોઈ ધક્કા મારી અને બસમાં બેસવું એસટી અમારી ધક્કા મારવાની જવાબદારી તમારી એવું સૂત્ર આ એસ.ટી.તંત્ર સાર્થક કર્યું છે.

બગસરા ડેપો ધણીધોરી વગરના હોય તેમ લોકો પોતપોતાના વહીવટ કરી રહ્યા છે. અધિકારીઓ દ્વારા કોઈપણ જાતની તપાસ કરવામાં આવતી નથી એસટી ડેપોમાં છેલ્લા ઘણા સમયથી પંખા બંધ છે અને જયારથી નવો ડેપો થયો છે ત્યારથી થોડોક ટાઈમ જ આ પંખા ચાલુ રહ્યા હતા ત્યાર બાદ બંધ થઈ ગયા છે પૂછપરછમાં ૩૦ થી ૫૦ રૂપિયાના દાડીયા બેસાડવામાં આવે છે પૂછવા વાળુ કોઈ નથી ડેપો મેનેજર એની રીતે આવે છે અને ચાલ્યા જાય છે આ બાબતે એક જાગૃત નાગરિક મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરેલ છે.

(10:51 am IST)