Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

મોરબીમાં પ્રેમીએ પ્રેમિકાના પતિને મોતને ઘાટ ઉતાર્યો

મોરબી,તા. ૬: મોરબીના સિરામિક એકમની મજુર ઓરડીમાં પ્રેમીએ પ્રેમિકાના પતિને તિક્ષણ હથિયારના ધા મારીને હત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના ઉંચી માંડલ નજીક આવેલ અંબાણી વીટરીફાઈડ કારખાનાની મજુર ઓરડીમાં રહેતા વિજયભાઈ (ઉ.૨૨)ના પત્ની સાથે આરોપી પીન્ટુ નામના માણસને પ્રેમ સંબધ હોય જેથી મરણજનાર વિજયભાઈના રૂમમાં પ્રવેશ કરી કોઈપણ તિક્ષ્ણ હથિયાર વડે માથામાં તથા મોઢામાં ગંભીર ઈજા કરી હત્યા કરી હોવાની ફરિયાદ મરણ જનાર વિજયભાઈના ભાઈ જશવંતભાઈ ઉર્ફે જયેશભાઈ બાબુભાઈ ભાભોરએ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

નવા ડેલા રોડ પર મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

નવા ડેલા પર રહેતો હિતેશ ઉર્ફ મોઢીયો ચંદ્રકાતભાઈ ધોળકિયા (ઉ.૩૧) પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે મોરબી એ ડીવીઝન પોલીસે દરોડો પાડી ત્યાંથી વિદેશી દારૂનો બોટલ નંગ-૧૬ કીમત રૂ.૬૦૦૦ ના મુદામાલ સાથે મોરબી એ ડીવીઝન પોલીસે હિતેશને ઝડપી પાડેલ છે. (

(11:39 am IST)