Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

નિખિલ દોંગાને ભુજ જેલમાં મદદ કરવા બદલ ઝડપાયેલા રાજકોટ, ગોંડલના ત્રણ આરોપીઓના ૩ દિ' રિમાન્ડ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૬ : ગોંડલના કુખ્યાત ગુનેગાર નિખિલ દોંગણા ભુજ જેલમાંથી ફરાર થવાના ગુનામાં પોલીસે ઝડપેલા રાજકોટ, ગોંડલના ત્રણ આરોપીઓના કોર્ટે ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પશ્ચિમ કચ્છ ડીવાયએસપી જે.એન. પંચાલના જણાવ્યા પ્રમાણે નિખિલ ઉર્ફે નિકુંજ રમેશ દોંગાને ભુજ જેલમાં અને પોલીસ જાપ્તા દરમ્યાન ખાવા, પીવા, મળવા માટે પૈસાની વ્યવસ્થા કરનાર અને અવારનવાર મળવા આવનાર રાજકોટના નિકુંજ તુલસી દોંગા, પાર્થ ઉર્ફે લાલો બિપીન ધનાણી અને ગોંડલના મોહિત ઉર્ફે મુંડો રમેશ સખીયા ત્રણેય ની ધરપકડ બાદ ૩ દિવસના રિમાન્ડ મેળવી તેમની વધુ પૂછપરછ હાથ ધરાઇ છે.

(11:39 am IST)