Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

જસદણ પંથકમાં ર૪ કલાકમાં ૩૬ કેસ પોઝીટીવ

સ્થાનિક તંત્રે ગઇકાલે સાચા આંકડા નોંધ્યા! : છેલ્લા એક અઠવાડીયા દરમિયાન રોજ ૧પ થી ર૩ કેસો આવતા હતા પરંતુ પ થી ૭ બતાવતા હતાઃ ખોડાપીપળ ગામે કૌભાંડ બહાર આવતા સ્થાનિક તંત્રને હવે રેલો આવ્યો

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૬ : સમગ્ર દેશમાં કોરોનાએ ફરી માથુ ઉચકયુ છે ત્યારે જસદણમાં ગઇકાલે ર૪ કલાકમાં ૩૬ કેસ આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે જો કે ગઇકાલના દિવસ દરમિયાન ર૪ કેસ આવ્યા હતા.

કોરોનાનો પ્રકોપ જસદણ પંથકમાં પણ વધવા લાગ્યો છે. ત્યારે ગઇકાલે ર૪ કલાકમાંજ ૩૬ કેસ આવ્યા છે. જો કે આ ૩૬ કેસ રવિવાર સાંજે ૪ વાગ્યાથી ગઇકાલે ૪ વાગ્યા સુધીના છેજયારે ગઇકાલે સવારથી સાંજે ૪ વાગ્યા સુધીમાં ર૪ કેસો પોઝીટીવ આવ્યા છે.

છેલ્લા એક અઠવાડીયામાં જસદણમાં રોજે-રોજ કેસો વધવા લાગ્યા છે ત્યારે ગઇકાલે કોઇ કારણસર સ્થાનિક તંત્ર દ્વારા આવેલા તમામ કેસોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જયારે છેલ્લા એક અઠવાડીયા દરમિયાન સ્થાનિક તંત્ર દ્વારા ૧૦૦ જેટલા કેસો ઉપરથી આવેલ સુચના અનુસાર છુપાવી રાખ્યા હતા જેનું રજીસ્ટ્રેશન જ થયું નહોતું !

છેલ્લા એક અઠવાડીયામાં રોજ ૧પ થી ર૦ કેસો આવતા હતા પરંતુ પોઝીટીવ કેસનું રજીસ્ટ્રેશન માત્ર પ થી ૭ નુ જ થતુ હતું તેકયાં કારણોસર કરવામાં આવ્યુ તેવો પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યો છે.

ગઇકાલે પ્રથમ પોઝીટીવ આવેલા કેસોનું પુરતી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું તેના કારણો પાછળ તાજેતરમાં ખોડા પીપળ ગામે આરોગ્ય કેન્દ્રમાં બહાર આવેલા કૌભાંડમાં સ્થાનિક કર્મચારીઓ ઉપરથી આવેલ સુચનાના અમલ કરવા જતા ઘેર બેસવાનો વારો આવ્યો છેત્યારે જસદણના કર્મચારીઓ પણ આવી સુચનાનો ભોગ ન બને તે માટે તંત્ર દ્વારા પોઝીટીવ કેસોના આંકડા છુપાવ્યા હતા. !

જસદણમાં હાલ સીવીલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં ર૪ બેડ ફુલ હોય વિરનગરની પ્રખ્યાત શિવાનંદ મિશન દ્વારા સંચાલીત આંખની હોસ્પીટલમાં અલાયદો વિભાગ ફરી કોરોના સેન્ટર તરીકે ચાલુ કરવામાં આવ્યો છે.

જો કે જસદણ પંથકના અનેક નાના-નાના ગામોમાં પણ કોરોનાએ ફરી પગ પેસારો કર્યો હોય લોકોએ કોરોના ગાઇડ લાઇનનું પુર્ણ પણે પાલન કરવા અને માસ્ક બાંધવા સ્થાનિક તંત્રએ લોકોને અનુરોધ કર્યો છે.

(11:41 am IST)