Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ગોંડલ મહારાજા તેમજ મહારાણીએ વેકસીન લીધી

ગોંડલ : ગોંડલ મહારાજા જયોતિન્દ્રસિંહજી ઓફ ગોંડલ તેમજ મહારાણી કુમુદકુમારી સાહેબા ઓફ ગોંડલ એ ઓચાર્ડ પેલેસ ખાતે કોરોના વેકસીન લીધી સાથે જ ગોંડલ પંથક ના સમગ્ર નગરજનો ને વેકસીન ખુબજ સુરક્ષીત હોય તેથી પરિવાર ની સલામતી માટે વેકસીન જરૂર લેવી તેવી અપીલ કરવામાં આવી હતી.સાથે પેલેસ નો તમામ સ્ટાફ ને પણ આપવામાં આવી હતી.આ તકે બ્લોક હેલ્થ ઓફિસર જી.પી.ગોયેલ, કોરોના સુપરવાઈઝર નીરવ વ્યાસ તેમજ સ્ટાફ,રાજેન્દ્રસિંહ જાડેજા, જીતેન્દ્રભાઈ ખાચર (આનંદપુર) ઉપસ્થિત રહ્યા હતા.  ગોંડલ રાજવી પરિવાર(હવા મહેલ) ખાતે કૌરાણી સાહેબા ભુનેશ્વરીદેવી ઓફ ગોંડલ , રાજા ગિરધર સમશેર જંગ બહાદુર રાણા ઓફ નેપાળ , રાજમાતા રાશેશ્વરી રાજયલક્ષ્મી દેવી ઓફ જેસલમેર, રાણી ઉર્વશીદેવી શાહ ઓફ જાજરકોટ રસી મુકાવી અને દરેક લોકોને અપીલ  કરેલ કે મહામારી ને હરાવવા માટે યોગદાન આપશો, તદુપરાંત પેલેસ ના વડીલ કર્મચારીને પણ રસીકરણ કરવામાં આવ્યું.આ તકે  ડો.દિવ્યા , રાજવીનબેન, અને પાર્થ હિરપરા ની ટીમ ઉપસ્થિત રહી હતી.(તસ્વીર : ભાવેશ ભોજાણી,ગોંડલ)

(11:42 am IST)