Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

મેંદરડા તાલુકા પંચાયતના ચાર કોંગી સભ્યો સસ્પેન્ડ

જૂનાગઢ તા.૬ : મેંદરડા તાલુકા પંચાયત ની ગત તા. ૧૮-૦૨-૨૦૨૧ ના રોજ યોજાયેલા પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરફી મતદાન કરવા કોંગ્રેસ ના મેન્ડેડ પર ચૂંટાયેલા ૯ સભ્યો ને વહિપ આપવામાં આવેલ. જે પૈકી ૧. મનસુખભાઇ છગનભાઇ વણપરિયા ૨. મનીષાબેન વિજયભાઈ પાનસૂરિયા ૩. વસંતાબેન પ્રભાતભાઈ બકોત્રા ૩. દયાબેન દીપકભાઈ મકવાણા એ વહિપ નો અનાદર કરી ભાજપ ના પ્રમુખ, ઉપ પ્રમુખના ઉમેદવાર ને મત આપી પક્ષ વિરોધી પ્રવૃત્ત્િ। કરેલ. જે સંદર્ભે  કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકિયા એ શો કોઝ નોટિસ આપેલ. જેનો પ્રત્યુતર ન મળતા  ચારેય સભ્યો ને પક્ષમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવેલ. ચૂંટણી પંચ ના પક્ષણતાર ધારા હેઠળ સભ્ય પદ રદ કરવા નામ નિર્દેશ અધિકારીશ્રી-અમદાવાદ ને  દીધેલ છે.

(11:47 am IST)