Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ઉપલેટા વેણુ નદીમાંથી રેતી ચોરી અટકાવવા મામલતદાર અને ધોરાજી ડેપ્યુટી કલેકટરને આવેદન

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા.૬ : વેણુ નદીમાં ચાલતી ગેરકાયદેસર રીતે રેતી ચોરી થઈ રહી છે તે અંગે અગાઉ પણ અનેકો રજુવાતો અને ફરિયાદો પણ કરે છે તેવું પણ આગેવાનો જણાવી રહ્યા છે છતાં ફરિયાદનો કોઈ પણ નિવેડો નથી આવતો તેવી પણ રાવ કરી રહ્યા છે ત્યારે વેણુ નદી કાંઠાના ગામના આગેવાનો, સરપંચો અને યુવાનોએ ઉપલેટા મામલતદાર અને ધોરાજી ડેપ્યુટી કલેકટરને આવેદન આપીતુરંત એકશન લેવાની પણ માંગ કરી છે

સ્થાનિક લોકોનું અને આગેવાનોનું કહેવું છે કે અહીંયા રોજના અંદાજિત ૧૦૦ થી ૧૫૦ જેટલા ડમ્પરોમાં રેતી ભરાઈ છે અને આ ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોને કારણે આ વિસ્તારના રસ્તાઓમાં માં ૧ થી ૨ ફૂટના ખાડાઓ પણ પડે છે તેવું પણ આગેવાનો જણાવી રહ્યા છે પરિણામે જયારે આ રસ્તા પરથી કોઈ મેડિકલ ઇમરજન્સી હોઈ ત્યારે સમયસર દવાખાને પહોંચવું પણ શકય નથી અને કોઈને સમયસર દવાખાને સારવાર લેવા ન પહોંચી શકે તો મોત પણ થઈ ચૂકી છે આ ખરાબ રસ્તાને કારણે તેવી પણ ફરિયાદ કરી રહ્યા છે અને સાથે એવું પણ જણાવ્યું કે અહીંયા તંત્ર સાથે પણ સાંઠગાંઠ હોય તેમ કોઈ તંત્ર રજુવત અને ફરિયાદ બાદ પણ કોઈ એકશન નથી લેતું તેવો પણ આક્ષેપ આગેવાન દ્વારા કરાયો છે

આગેવાનોનું કહેવું છે કે સ્થાનિક ધારાસભ્ય લલિતભાઇ વસોયાએ પણ વિધાનસભામાં રજુઆત કરેલ છે ખરેખર સાચી અને ઉચ્ચ લેવલથી તપાસ કરવામાં આવશે તો જ ખ્યાલ આવશે કે ખરેખર આમાં વાસ્તવિકતા કેટલી છે.તેવુ આગેવાનો જણાવી રહ્યા છે.

(11:48 am IST)