Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

શાપર વેરાવળ ઇન્ડ. એશો. દ્વારા કોરોના રસી કેમ્પ

કોટડાસાંગાણી : તાલુકાના શાપરમાં કોરોના વેકસીન કેમ્પનું આયોજન કરાયુ હતુ. કેમ્પમાં રાજકોટ જીલ્લા પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, જી.પં.પ્રમુખ ભુપતભાઇ બોદક, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, જીલ્લા વિકાસ અધિકારી રાણાવસીરા, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશભાઇ ટીલાળા તથા શાપર વેરાવળ ઝોનના સેક્રેટરી વિનુભાઇ ધડુક તથા જય સરદાર ગૃપના યુવા મિત્રો હાજર રહ્યા હતા. જીલ્લામાં પ્રથમ વાર આવા કેમ્પનું આયોજન કરી લોકોને જાગૃત કરેલ હતા. સેક્રેટરી વિનુભાઇ ધડુકે જણાવેલ હતુ.કોરોના વેકસીન કેમ્પ યોજાયો તે તસ્વીર.

(11:48 am IST)