Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

વંથલીના ટીકર ગામે કોરોના કેસ વધતા 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર

લોક ડાઉન દરમિયાન સવાર અને સાંજે બે કલાક દુકાનો ખુલ્લી રહેશે

જૂનાગઢ : વંથલીના ટીકર ગામે કોરોના પોઝિટિવ રિપોર્ટ વધુ સામે આવતાં દસ દિવસનું સ્વૈચ્છિક લોક ડાઉન જાહેર કરાયું છે,  લોક ડાઉન દરમિયાન સવાર અને સાંજે બે કલાક દુકાનો ખુલ્લી રાખશે તથા લોક ડાઉન દરમિયાન કોઈ વ્યક્તિએ ઘરની બહાર નહીં નીકળવા સરપંચ દ્વારા ગ્રામજનોને વિનંતી કરવામાં આવી છે.

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામમાં ત્રણ હજારની વસ્તી આવેલી છે અને આ ગામના સરપંચ લક્ષ્‍મણભાઈ ઠુંમરના જણાવ્યા અનુસાર છેલ્લા દિવસોમાં કોરોનાના કેશો આ ગામમાં વધુ પ્રમાણમાં આવતા ગામ લોકો તેમજ વેપારીઓ સાથે ચર્ચા કરી દસ દિવસનું સ્વેચ્છિક લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સાથોસાથ ગામના લોકોને જરૂરી કામ વગર બહાર ન નીકળવા તેમજ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવા જણાવાયું છે  

  આ દસ દિવસ દરમિયાન અને સવાર અને સાંજ એમ બે વખત બે કલાક દુકાનો ખુલ્લી રાખવામાં આવશે જેના કારણે લોકોને આવશ્યક વસ્તુઓ દુકાનો પરથી મળી રહેશે. બીજી બાજુ ટીકર ગામે પોઝિટિવ કેસ વધુ નોંધાતા આરોગ્યની ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને તપાસ કરવામાં આવી રહી હોવાનું તંત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે.

(11:48 am IST)