Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

બગસરા તાલુકા પંચાયત રૂ.૩૫.૦૯ કરોડનું બજેટ મંજૂર

 બગસરા (સમીર વિરાણી દ્વારા) : તાલુકા પંચાયત કચેરી ખાતે બેઠક મળી હતી જેમાં પ્રમુખ દલસુખ ભાઈ પાનસુરીયા ના અધ્યક્ષ સ્થાને તથા ટીડીઓ ની હાજરીમાં વર્ષ ૨૦ ૨૧ ૨૨ નું બજેટ રૂ૩૫,૦૯ કરોડ નું સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ ૨૦ ૨૧ ૨૨ ની ખર્ચ રૂ૩૩.૪૫ કરોડ છે જે સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે આ બેઠકમાં ઉપપ્રમુખ શારદાબેન બકરાણીયા નાગજીભાઈ સિદ્ઘપરા હરસુખ ભાઈ બાબરીયા અંજનાબેન અરવિંદ ભાઈ ખુટ દામજીભાઈ દાફડા ચંપાબેન દાફડા રામજીભાઈ મા ડણકા અશ્વિનભાઈ કોરાટ જિલ્લા પંચાયત સદસ્ય માઈકલ ભાઈ વાગડિયા બાબુભાઈ દુધાત વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:49 am IST)