Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

વેરાવળ તા.પં. પ્રમુખ સરમણભાઇની સાકરતુલા

પ્રભાસપાટણ : વેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખ સરમણભાઇ સોલંકીની વેરાવળ તાલુકાના ઉંબા ગામે સોમનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલ છે ત્યા તેઓની સાકરતુલા કરવામાં આવેલ હતી. સાકરતુલા ઉંબાગામના માજી સરપંચ ભગવાનભાઇ લખમણભાઇ ઝોરા અને નાગરાજભાઇ હરદાસભાઇ સોલંકીએ કરેલ હતી અને સરમણભાઇ સોલંકીને મંદિરના મહંત દ્વારા આશિર્વાદ આપેલ હતા. આ તકે જોરા કરશનભાઇ, પરેશભાઇ લાખાભાઇ, પંડીત રમેશભાઇ, ભરતભાઇ બાકુ, મોહનભાઇ ઘેરવડા સહિતના આગેવાનો અને ગામ લોકોએ હાજરી આપેલ હતી. સાકરતુલાની તસ્વીર.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(11:50 am IST)