Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ગોડાઉનમાંથી કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી સો ટકા મુદામાલ રીકવર કરતી શીલ પોલીસ

જુનાગઢ તા. ૬ :.. રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર પોલીસ અધિક્ષક રવી તેજા વાસમશેટ્ટી તરફથી પો. સ્ટે. વિસ્તારના બનતા ચોરીના અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ મળેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક માંગરોળના જે. ડી. પુરોહીત માંગરોળ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર એન. આઇ. રાઠોડના માર્ગદર્શન હેઠળ શીલ પો. સ્ટે. ગુ.ર.ન. પાર્ટ એ-૧૧ર૦૩૦પપર૧૦૧૦૮-ર૦ર૧ ઇ. પી. કો. ૪પ૪, ૪પ૭, ૩૮૦, ૧૧૪, ૩૮૧, ૧૧૪, ૩૮૧, ૪૧૧, મુજબના કામેના ગુન્હામાં શીલ ટાઉન જીઆઇડીસી વિસ્તારમાં ફરીયાદીના ગોડાઉનમાં રાખેલ તાબુ (કોપર વાયર) ૬પ૦ કિલો કિ. રૂ. ૩પ૭પ૦૦ ના મુદામાલની ચોરી થયેલ હોય. તપાસ દરમ્યાન સદરહુ ચોરીનો ગુન્હો ગોડાઉનમાં રાખવામાં આવેલ કોપર વાયરના મુદામાલ અંગેના જાણકાર એવા ગોડાઉનમાં કામ કરતા નોકરો તેમજ ધંધાના સ્થળે આવતા માણસોએ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાય આવેલ જે દીશામાં તપાસ કરતા સબ ઇન્સ. વી. કે. ઉજીયા તથા એ. એસ. આઇ. યુ. એમ. વેગડાને હકિકત મળેલ કે આ ચોરી થયેલ ગોડાઉનમાં કામે આવતા કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોર (૧) પીન્ટુ ઉર્ફે ચીની રાજુભાઇ સોલંકી, ઓડીવીયા ચુનારા ઉ.વ. ૧પ વર્ષ ૯ મહીના તથા (ર) નવાજ દીવાનભાઇ ઇબ્રાહીમભાઇ વાઘેલા ભોવાયા ઉ.વ.૧૭ રહે. બન્ને શીલગામ તા. માંગરોળનાઓ દ્વારા કરવામાં આવેલ હોય જેથી પુછપરછ કરતા તેઓએ કબુલાત આપેલ કે પોતે આ ગોડાઉનમાં કાયમી ધોરણે મજુરીકામે જતા હતા તે સમયગાળા દરમ્યાન ફરીયાદીની જાણ બહાર ગોડાઉનમાંથી ચોરીછૂપીથી કોપર વાયરની ચોરી પોતે તથા અન્ય સહઆરોપીઓની મદદથી ગુન્હાને અંજામ આપેલની કબુલાત કરેલ.

ઉપરોકત બન્ને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો તેમજ અન્ય સહ આરોપીઓ હરેશ ઉર્ફે હિરેન ઉર્ફે ભોલો દેવરાજભાઇ એરડા તથા કરણ ઉર્ફે કારીયો ઉર્ફે જીણકો દિનેશભાઇ રાયકા ભાણરાજા ઉ.વ.૧૯ રહે. બન્ને શીલ વાળાઓએ ગોડાઉનમાં રાખેલ કોપર વાયરની જુદી જુદી વાર દિવસ દરમ્યાન મજૂરી કામે આવેલ તે વખતે ફરીયાદીની જાણ બહાર ચોરી છૂપીથી તેમજ રાત્રીના સમયે શટરની ઉપરના ભાગે જગ્યા રહેતી હોય તેમાંથી ગોડાઉનમાં પ્રવેશ કરી કોપર વાયરોની ચોરી કરેલ અને સહઆરોપી દિલાવર ઉર્ફે દિલો નુરમહમદભાઇ સાટી પીજારા ઉ.વ.ર૮ તથા અસરફ જમાલભાઇ વાઘેલા ભોવાયા ઉ.રપ તથા સમીર ઉર્ફે બોખો બાબુભાઇ રાઠોડ ભોવાયા ઉ.ર૦ રહે. ત્રણેય શીલ તા. માંગરોળવાળાઓ ત્રણેયએ ચોરી કરવામાં મદદગારી કરી સહઆરોપીઓ હારૂન ઇબ્રાહીમભાઇ ચાવડા, ભોવાયા તથા વસીમ હસનભાઇ સાટી પીંજારા ઉ.વ.ર૯ તથા હાજીભાઇ ઉર્ફે ઠુઠો સીદીભાઇ ચૌહાણ ઉ.૬પ રહે. ત્રણેય શીલ ગામવાળાઓએ ખરીદી કરેલ.

આ કામે ચોરીમાં કુલ ૩૭ર કિલો કોપર વાયર ર૦,પ,૧૦પ ની કિંમતનો મુદામાલની ચોરી થયેલાની હકિકત જણાવેલ જેથી ચોરીમાં ગયેલ મુદામાલ ૩૭૩ કિલો કોપર વાયર ર૦પ૧૦પ, તથા ગુન્હામાં ઉપયોગમાં લીધેલ વાહનો મો. સા. ૪ કી. રૂ. પપ,૦૦૦ તથા મોબાઇલ ફોન ૯ કી. રૂ. ૩પ,૦૦૦ મળી કુલ મુદામાલ કી. રૂ. ર૯પ૧૦પ નો રીકવર કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર એ. એસ. આઇ. પી. જે. વાળા તથા પોલીસ કોન્સ. અમીતભાઇ કરશનભાઇ બાબરીયા તથા પો. કોન્સ. ખીમજીભાઇ લખમણભાઇ તથા પો. કો.ના હીતેશભાઇ ભીખાભાઇ તથા ડ્રા. પો. કોન્સ. દિનેશભાઇ લખમણભાઇ બંધીયા વિગરે શીલ પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(11:52 am IST)