Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

સુરેન્દ્રનગર પાલિકામાં એક સાથે ૨૨ કર્મચારીઓને કોરોના

મામલતદાર ઓફિસના ઓપરેટરો પણ ઝપટે ચડયા : અમુક કર્મચારીઓએ રસી લીધી હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ

Alternative text - include a link to the PDF!

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૬ : સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ વઢવાણ નગરપાલિકાના ૨૨ કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે નગરપાલિકા કોરોના ગ્રસ્ત બની હોય તેવુ સ્પષ્ટ વર્તાય રહ્યો છે નગરપાલિકાની મોટાભાગની કામગીરી બંધ કરવામાં આવી છે અધિકારીઓ સહિત કર્મચારીઓને કોરોના સંક્રમિત થયા હોવાના કારણે હાલમાં ૨૨ નગરપાલિકાના કર્મચારીઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાની મામલતદાર ઓફિસમાં પણ કોમ્પ્યુટર ઓપરેટર કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને કોરોના સંક્રમિત થયા છે ઉલ્લેખનીય છે કે મામલતદાર ઓફિસની તમામ કામગીરી હાલમાં બંધ કરવામાં આવી છે સરકારી દસ્તાવેજી પુરાવાઓ દાખલો કાઢવાની તમામ પ્રકારની કામગીરી મામલતદાર ઓફિસમાં બંધ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કોરોના સંક્રમણ વકરતો જઈ રહ્યો છે ત્યાર બાદ હવે સરકારી કર્મચારીઓ પણ અને ફ્રન્ટ વોરીયસ પણ કોરોના સંક્રમિત બની રહ્યા છે.

સુરેન્દ્રનગર નગરપાલિકા ખાતે ફરજ બજાવનાર કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા કોરોના ની રસી લીધી હોવા છતાં પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા કોરોનાની વેકિસન લેવામાં આવી હતી તે છતાં પણ કોરોના સંક્રમિત થયા હોવાની આશંકા સામે આવી છે.

પાલિકાના કર્મચારીઓના પરિવારજનો પણ કોરોનાની લપેટમાં આવ્યા છે ત્યારે હાલમાં જે લોકો નગરપાલિકામાં ફરજ બજાવી રહ્યા છે અને સ્વસ્થ હોવા છતાં પણ તેમના કોરોના રિપોર્ટ કઢાવવાની સૂચના નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યા દ્વારા આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે નગરપાલિકામાં લોકોને પ્રવેશ આપતા સમયે સેનેટાઈજર થી હાથ ધોવડાવી અને માસ્ક બાંધવી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

(11:57 am IST)