Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

સેવાભાવી અજય લોરીયા જરૂરીયાતમંદ લોકો માટે રેમડીસીવીર ઇન્જેકશનની વ્યવસ્થા કરી આપશે

કોરોના સામે જંગ છેડતા જિલ્લા પંચાયતના સેવાભાવી સદસ્ય અજય લોરિયાઙ્ગઃ જયાં જયાં જરૂર હશે ત્યાં સ્વ ખર્ચે સેનેટાઇઝર – માસ્ક પણ આપશે

મોરબી તા. ૬ : મોરબીમાં કોરોના સામે આરોગ્યતંત્ર વામણું પુરવાર થયું હોય તેવી સ્થિતિમાં પૂરતા ટેસ્ટ પણ નથી થઇ રહ્યા અને લોકોને જીવ બચાવવા માટે રૂપિયા ૫૫૦૦ ચૂકવવા છતાં રેમડીસીવીર ઇન્જેકશન નથી મળી રહ્યા ત્યારે મોરબીના સેવાભાવી જિલ્લા પંચાયત સદસ્ય અજય લોરિયા આ કપરી સ્થિતિમાં કોરોના સામે જંગ છેડવા મેદાને આવ્યા છે અને માત્ર રૂપિયા ૮૯૯માં કેડિલા કંપનીના ઇન્જેકશન જરૂરિયાત મંદ લોકોને મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની સાથે નિઃશુલ્ક માસ્ક અને સેનેટાઇઝર પુરા પાડવા જાહેરાત કરી છે.

 

રેમડિસીવીર ઇન્જેકશન કોરોનાના અમુક કેસમાં જીવન રક્ષક તરીકેનું કામ કરતા હોય લેભાગુ કાળાબજારીયાઓ દ્વારા તેની કૃત્રિમ અછત ઉભી કરાતા અમદાવાદ રાજકોટ સહિતના મહાનગરોમાં સરકારી ભાવે ઉપલબદ્ઘ ઇન્જેકશનો મેળવવા છેલ્લા એક અઠવાડિયાથી લાંબી કતારો લાગી રહી છે. સરકારે નક્કી કરેલા ભાવ મુજબ આ ઇન્જેકશનો ૮૯૯ રૂપિયામાં ઉપલબદ્ઘ છે. અલબત્ત તેની અછત સર્જાઈ હોવાનો હોબાળો માધ્યમોમાં થતા રાજય સરકારે લોકોને આશ્વાસન આપ્યું છે કે, જરૂરિયાત પ્રમાણેનો જથ્થો ઉપલબદ્ઘ કરાવાશે. આમ છતાં મોરબીમાં આ ઇન્જેકશન માટે દર્દીઓના પરિજનોની પરેશાની સામે આવતા અજય લોરીયાએ સ્કાય મોલ સામે, સ્તવેદ પ્લાઝામાં એક ખાસ ઓફીસ ખોલી ત્યાં રાહતદરે ઇન્જેકશન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે. આ માટે બે વ્યકિતઓનો સેવાભાવી સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે. (સુમિત બોપલિયા મો.નં. ૯૩૨૮૯ ૬૬૨૯૨ અને નીતિન લોરિયા મો.નં.૯૩૭૪૨ ૮૮૮૮૮) રેમડિસીવીર ઇન્જેકશનની જરૂરિયાત વાળા દર્દીઓના પરિજનો ઉપરોકત સ્થળે ૯૦૦ રૂપિયા, આધારકાર્ડ અને ડોકટરનું જરૂરી પ્રિસ્કીપશન જમા કરાવશે ત્યારબાદ વધીને બે કે ત્રણ દિવસમાં અમદાવાદ અથવા રાજકોટ, જયાં પણ ઇન્જેકશન ઉપલબદ્ઘ બનશે ત્યાંથી તેઓ સ્વ ખર્ચે રેમડિસીવીર મંગાવી આપશે.

ઉપરોકત સ્થળે ખોલવામાં આવેલી ઓફિસે નાગરિકોને માસ્ક અને સેનીટાઇઝર પણ મળી રહેશે. આ ઉપરાંત શહેર – જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ માસ્ક અને સેનીટાઇઝર પહોંચાડવાના અભિયાનનો ઉલ્લેખ કરતા અજય લોરીયાએ લોકોને અપીલ કરી હતી કે, કામ વિના નાગરિકો ઘર બહાર ન નીકળે, માસ્ક અને સેનીટાઇઝરનો મહત્ત્।મ ઉપયોગ કરે અને સામાજિક અંતર જાળવી તંત્રને મદદરૂપ બને. અત્રે નોંધનીય છે કે, ગત વર્ષે શરૂ થયેલી કોરોનાની પ્રથમ લ્હેર વખતે અજયભાઈએ સામુહિક રસોડા કેન્દ્રો શરૂ કરી ખાસ કરીને પરપ્રાંતિઓ માટે ભોજન વ્યવસ્થા ઉપલબદ્ઘ બનાવી હતી ત્યારે મોરબીમાં ફરી એક વખત કોરોના સંકટ ઘેરું બનતા અજયભાઈ લોરિયા જનસેવા માટે ફરીવાર મેદાને આવ્યા છે.

છત્ત્।ીસગઢના બીજાપુરમાં નકસલીવાદી હુમલામાં શહીદ થયેલ શહીદોને શ્રદ્ઘાંજલિ રૂપે હાલ ચાલી રહેલ કોરોના મહામારીથી બચવા માટે સામાજિક કાર્યકર અને જિલ્લા પંચાયતના સદસ્ય અજય લોરીયા દ્વારા જરૂરિયાતમંદ લોકોને માસ્ક અને સેનીટાઈજરનું વિના મૂલ્યે વિતરણ ના કાર્યાલયનો શુભારંભ આજથી સત્વેદ પ્લાઝા, સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબી ખાતે કરાયો છે.

(1:04 pm IST)