Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

વંથલી તાલુકા પંચાયતના વધુ બે કોંગ્રેસી સદસ્યો સસ્પેન્ડ

જુનાગઢ તા.૬ : વંથલી તાલુકા પંચાયતના સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં શાપુર તાલુકા પંચાયતની સીટ ૧ ઉપર કોંગ્રેસ પક્ષના સીમ્બોલ ઉપર ચુંટાયેલા વેજીબેન સામતભાઇ ભારાય અને શાપુર સીટ ર ઉપર ચુંટાયેલા ચૌહાણ મુકતાબેન ગોરધનભાઇએ ગત તા.૧૮-૩-ર૦ર૧ની વંથલી તાલુકા પંચાયતની સામાન્યસભામાં ભારતીય જનતા પાર્ટીના તરફથી વંથલી તાલુકા પંચાયતમાં પસંદ કરાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારને મદદ કરવાના હેતુથી ગેરહાજર રહીને  કોંગ્રેસ પક્ષને નુકસાન કરેલ છે. જેના કારણે કોંગ્રેસ પક્ષ તરફથી ઉપપ્રમુખ તરીકે પસંદ કરાયેલા પ્રવિણભાઇ રાણાભાઇ ગરસાણીયાની હાર થાય છે. તે કોંગ્રેસ પક્ષની હારમા તે બંને સભ્યો જ જવાબદાર છે. તે બંને સભ્યોને આદેશ (વ્હીપ) ભંગ બદલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડાની સુચનાથી જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી નટુભાઇ પોકીયાએ પ્રાથમિક સભ્ય પદેથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરેલ છે અને ટુંક સમયમાં જ તેઓને તાલુકા પંચાયત વંથલીના સભ્ય પદેથી દુર કરવાની કાનુની કાર્યવાહી પણ કરાશે. તેવું જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વી.ટી. સીડાની યાદીમાં જણાવેલ છે.

કમરના દુઃખાવા માટે ખાસ નિદાન અને યોગ ચિકિત્સા કેમ્પ

૭ એપ્રિલના વિશ્વ સ્વાસ્થ્ય દિવસના ઉજવણી તરીકે સરકારી આયુર્વેદ મહાવિદ્યાલ હોસ્પિટલ જુનાગઢના  સ્વસ્થવૃત વિભાગ અંતર્ગત કાર્યરત વેલનેસ સેંટર દ્વારા તા.૭ સવારે ૯ થી બપોરે ૧ર કલાક સુધીક મરના દુઃખાવા માટે નિદાન અને યોગ તથા આહર વિહાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. કમરના દુખાવાએ સામાન્ય સમસ્યા બની ગઇ છે. જે મોટી ઉંમરના લોકોને જ નહીં પરંતુ યુવાઓને પણ પરેશાન કરે છે. આ કમરના દૂખાવાથી છુટકારો મળવા ઇચ્છા ધરાવતા હોય તો તેઓએ સરકારી આયુર્વેદ હોસ્પિટલ જુનાગઢ ખાતે વેલનેસ સેન્ટરમાં યોગ અને આહારના માર્ગદર્શન માટે હાજરરહેવંુ

ધુનને ૯૦૦૦ દિવસ પુરા

અંબિકા ચોક, નાગર રોડ ખાતે પ.પુ.શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધુન છેલ્લા રપ વર્ષથી વિશ્વ શાંતિ તથા જીવમાત્રના કલ્યાણના શુભ ઉદેશથી ચાલે છે. જેને આગામી આજરોજ ૯૦૦૦ દિવસ પુર્ણ થાય છે. કોરોના મહામારીને કારણે ઉત્સવ ઉજવણી રાખેલ નથી.

(1:11 pm IST)