Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

અભિનંદન આર્શિવાદ પત્રમ્

જૂનાગઢ : 'ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) વિધેયક-૨૦૨૧' પસાર કરવા બદલ ગાંધીનગર ખાતે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા 'અભિનંદન આશીર્વાદ પત્રમ્' આપી સન્માન કરાયું હતું. આ વિધેયક સામાજિક સમરસતાનો વિધેયક બન્યો છે અને ભવિષ્યમાં ગુજરાત સંતુલિત સમાજ વ્યવસ્થા ધરાવતું આદર્શ રાજય બનશે. આ વિધેયકથી હિન્દુ સમાજની બહેન-દીકરીઓને વધુ સલામતી અને સુરક્ષા મળશે. ગાંધીનગર ખાતે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પ.પૂ. આચાર્યશ્રી અવિચલદાસજી મહારાજ, જગન્નાથ મંદિરના મહંતશ્રી પ.પૂ. મહામંડલેશ્વર દિલિપદાસજી મહારાજ, વડતાલ સ્વામિનારાયણ મંદિરના પ.પૂ. ડો. શા. સ્વા. સંતવલ્લભસ્વામીજી, પ.પૂ. મહામંડલેશ્વર અખિલેશ્વરદાસજી, અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ.પૂ. શાસ્ત્રી શ્રી નૌતમસ્વામીજી, પ.પૂ. ઋષિભારતી મહારાજ ગુરુ પ.પૂ. ભારતી બાપુ, વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેનશ્રી પ. પૂ. દેવપ્રકાશદાસજી સ્વામી, પ.પૂ. જગતગુરુ પીરાણાપીઠ આચાર્ય શ્રી જ્ઞાનેશ્વરદાસજીએ આશીર્વાદ આપી શુભેચ્છાઓ આપી હતી.

(1:12 pm IST)