Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

જૂનાગઢમાં ૪૫ વર્ષથી વધુ વયના લોકોને રસી ઝુંબેશ પૂરજોશમાં

ખોડલધામ સેવા સમિતીએ લોકોની સુખાકારી માટે રસીકરણ કેમ્પ યોજ્યો

જૂનાગઢ તા.૬: રાજયભરમાં ૪૫ વર્ષથી વધુ વયનાં લોકોને કોરોના રસી મૂકવાની ઝુંબેશ શરૂ થઈ છે. રાજયમાં જુદા – જુદા સ્થળે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા લોકસહયોગ અને સેવાભાવી પ્રકલ્પોનાં સહકારથી રસીકરણ કેમ્પનાં આયોજન કરી લોકોને સાનુકુળતા બની રહે તે રીતે રસીકરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન  જૂનાગઢ ખોડલધામ સમિતી દ્વારા શેહરમાં કોવિશીલ્ડની રસીકરણ શિબીર યોજીને જુનાગઢ મહાનગરમાં વસવાટ કરતાં ૪૫ વર્ષથી વધુ વયજુથનાં નાગરિકોને રસી આપવામાં આવી હતી.

આ રસીકરણ કેમ્પેઈન શિબરીનો પ્રારંભ જૂનાગઢ મહાનગર પાલીકાનાં કમિશ્નર શ્રી તુષાર સુમેરાએ  દિપ પ્રાગટ્યથી કરાવતા જણાવ્યુ હતુ કે જુનાગઢ  મહાનગર પાલીકા તાબાનાં ટીંબાવાડી, આંબેડકર નગર, ગણેશ ફળીયા,  શાંતેશ્વર સહિતનાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વિવિધ જગ્યાએ લોકસહયોગથી રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.આજ રોજ જૂનાગઢ શહેરનાં ઝાંઝરડા રોડ વિસ્તારનાં રહીશોને અનુકુળતા રહે તે માટે શિવમ પાર્ટીપ્લોટમાં ડો.ડોબરીયાનાં નેતૃત્વમાં આરોગ્ય કર્મચારીઓની ટીમ રસીકરણ કાર્યક્રમ તળે કોવીશીલ્ડની રસી આપી રહી છે. આ શિબીરમાં ખોડલધામ સેવા સમિતીનાં કાર્યકર્તાઓ દ્વારા નાગરિકોને આવશ્યક સદ્યળી સહુલીયત પુરી પાડવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૩૪૦૦૦૦ ની  જનસંખ્યા સામે  ૪૦ હજારને રસીકરણથી સુરક્ષા પુરી પાડવામાં આવી છે. આમ ૧૨ ટકા લોકોસીકરણથી સુરક્ષાનું કવચ ધારણ કરી ચુકયાછે આમ છતા સાવચેતી અને સાવધાની એ જ કોરોનાંસામેનાં જંગમાં આવશ્યકતા છે. 

આ તકે ખોડલધામ ટ્રસ્ટ કાગવડનાં ટ્રસ્ટીશ્રી ગોપાલભાઇ રૂપાપરાએ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢ શહેર  યુનિટ દ્વારા હાથ ધરાતી પ્રવૃતિની વિગતો આપતા જણાવ્યુ હતુ કે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢ ખાતે કાર્યરત સેવાસમિતી દેશ બાંધવોની વિપદ પળોમાં  તેમને કઇ રીતે ઉપયોગી બની રહેવાય તે દિશામાં હરહમેંશ પ્રયત્નશીલ હોય છે.

આ રસીકરણ કાર્યક્રમમાં ઉપસ્થિત મજેવડીનાં રણછોડભાઇ ઠેશીયા, આરતીબેન ડોબરીયા, કાન્તીભાઇ અંટાળા, દિવરાણાનાં ગોવીંદભાઇ પાનેસેરીયા,દિનેશભાઇ મોહનભાઇ ગજેરાએપ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે  કોરોનાં સંક્રમણથી બચવા રસી લેવી એ જ સાચી સમજદારી છે. સાથેસાથે કોરોનાને ફેલાતો અટકાવવા મોં ઉપર માસ્ક અને દો ગજ કી દુરીનું સચોટ પાલન કરવુ એટલુ જ આવશ્યક છે.

કાર્યક્રમને સફળ બનાવવા ખોડલધામ સમિતીનાં ટ્રસ્ટી જૂનાગઢ એકમનાં ડો. જી.કે. ગજેરા, જૂનાગઢ એકમનાં પરેશભાઇ ડોબરીયા, નીતેશભાઇ રાદડીયા, રમેશભાઇ રૂપાપરા, રમેશભાઇ સાબલપરા, કેતનભાઇ ધડુક, સવજીભાઇ સિધ્ધપરા, દિવ્યેશભાઇ રૂપાપરા, સંજયભાઇ કાપડીયા, રમેશભાઇ ખેતાણી, મનસુખભાઇ કયાડા, રસીકભાઇ ઠુમર,નગરસેવક વિજય ધોરાજીયા, મહિલા વીંગનાં શ્રીમતી વદ્યાસિયા નયનાબેન અને ટીમ સહિત યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

(1:12 pm IST)