Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

જામનગર લોહાણા મહાજન દ્વારા આયોજીત કોરોના વેકસીનેશનનો ફ્રી મેગા કેમ્પ સંપન્ન

જામનગરઃ. લોહાણા મહાજન દ્વારા આયોજીત અને પાલિકાના સહયોગથી કોરોના સામે રક્ષાત્મક કવચ પુરૂ પાડવા માટે મેગા રસીકરણ કેમ્પનું આયોજન જામનગર લોહાણા મહાજનવાડી, પંચેશ્વર ટાવર પાસે કરવામાં આવેલ હતું. આ મેગા વેકસીનેશન કેમ્પમાં લોકો સ્વયંભુ જાગૃતિ કેળવી ઉપસ્થિત થયેલ ૪૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતા આશરે ૩૦૬થી વધુ લોકોએ વેકસીનેશન કરાવી સાચા અર્થમાં આ મહામારી નાથવાનો સફળ પ્રયાસ કરવા સહભાગી બનેલ. આ મેગા વેકસીનેશન કેમ્પના પ્રારંભમાં સદનસીબે વહેલી સવારે બેડી ગેઈટ પાસેના સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વામી પ.પૂ. ચત્રભુજદાસજીએ પોતે વેકસીનેશન કરાવેલ અને જામનગર લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લાલ અને માનદ મંત્રી રમેશભાઈ દત્તાણીને તેમજ સમગ્ર લોહાણા મહાજનની ટીમને આવા સમાજ સેવાના કાર્યો કરવા બદલ સુભાશીષ પાઠવેલ. આ કેમ્પમાં જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ પરિવાર સહિત, હાસ્ય કલાકાર વસંત પરેશ બંધુ સહીતના અનેક અગ્રણીઓએ તેમજ અગ્રણી વેપારીઓએ વેકસીનેશન કરાવેલ અને લોહાણા સમાજ સહિત દરેક જ્ઞાતિના લોકોએ પ્રમુખ જીતુભાઈ લાલે આ મેગા વેકસીનેશન કેમ્પને સફળ બનાવવા માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર આરોગ્ય અધિકારીશ્રીઓ તેમજ આ કેમ્પ ઉપસ્થિત મેડીકલ ટીમ જેમા મેડીકલ ઓફિસર ડો. વૈભવીબેન કાછડીયા, ડિમ્પલબેન રાઠોડ, મહેશભાઈ કરંગીયા, સામતભાઈ છુછર, પ્રદિપભાઈ કાબરીયા, કમલભાઈ પરમાર, સુજીતાબેન વસાવા, ચંદ્રીકાબેન લૈયાનો તેમજ રસીકરણ કરાવેલ તમામ લોકોનો આભાર માનેલ હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે જામનગર લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લાલ, ઉપપ્રમુખ કિરણભાઈ માધવાણી, માનદમંત્રી રમેશભાઈ દત્તાણી, ખજાનચી અરવિંદભાઈ પાબારી, ઓડીટર હરેશભાઈ રાયઠઠ્ઠા તેમજ સમાજના હોદેદારો અને કાર્યકરો જેમાં પ્રવિણભાઈ ચોટાઈ, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, અનીલભાઈ ગોકાણી, ભરતભાઈ કાનાબાર, રાજુભાઈ હિંડોચા, મધુભાઈ પાબારી, નિલેશભાઈ ઠકરાર, દિનેશભાઈ મારફતીયા, કેતનભાઈ બદીયાણી, જ્યોતિબેન માધવાણી, રસીકભાઈ ખાખરીયા, નિલેશભાઈ કાનાણી, જયેશભાઈ મહેતા, ઘનશ્યામભાઈ જીવરાજાણી, દિપકભાઈ કોટેચા, રાજુભાઈ પતાણી, નવનીતભાઈ સોમૈયા, ભાવેશભાઈ દતાણી, વિશાલભાઈ પાબારી, જેન્તીભાઈ સામાણી, દિલીપભાઈ મજીઠીયા, સુભાષભાઈ દતાણી, વિપુલભાઈ રાડીયા, શૈલેષભાઈ કારીયા, નિલેશભાઈ પાબારી વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

(1:15 pm IST)