Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

થર્મલ પાવર સ્ટેશન સિક્કા ખાતે કા.વા.એકિઝકયુટીવ એચ.આર.નો યોજાયો વિદાય સમારંભ

જામનગર : થર્મલ પાવર સ્ટેશન સિકકા ખાતે વય મર્યાદાના કારણે ૩૭ વર્ષની કારકિર્દી બાદ એન.ડી.ત્રિવેદી કા.વા.એકિઝકયુટીવ એચ.આર. તરીકે નિવૃત થતા તેમના માટે વિદાય સમારંભનું આયોજન સંસ્થા દ્વારા તથા એચ.આર.વિભાગ એકાઉન્ટ વિભાગ તેમજ અન્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આયોજન કરેલ. અધ્યક્ષ તરીકે પાવર સ્ટેશનના વડા મુખ્ય ઇજનેર સી.આર.ચૌધરી, વડોદરા વડી કચેરી કા.વા.મુખ્ય ઇજનેર (જનરેશન) વાય.એસ.ગણવીત, મુખ્ય ઇજનેર આર.એચ.કહાર, કા.વા.ડીજીએમ શુરી, કે.બી.સોલંકી, એસ.ઇ. એચ.ડી.મુંધવા, કા.વા. એસ.ઇ. ડી.એમ.જોશી, કા.વા. એસ.ઇ. આર.એસ.કાલરીયા, કા.વા. એસ.ઇ. બી.ડી.શાહ, કા.વા.એસ.ઇ. બી.પી.પટેલ, કા.વા. સી.ઓ.એ વી.જી.ચંદારાણા, આઇ.આર.ઓ એચ.કે.પ્રજાપતિ, એ.ઓ. એ.ટી.સીતાપરા અન્ય અધિકારીઓ, યુનિયના પ્રતિનિધિશ્રીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એન.ડી.ત્રિવેદીને સિકકા, ધુવારણ, પાનધરો પાવર સ્ટેશનના યુનિયનના હોદ્દેદારો દ્વારા સ્મૃતિ ચિન્હ આપી સન્માનીત કરીને શુભેચ્છા પાઠવી હતી. સાથી કર્મચારીઓ દ્વારા પણ સ્મૃતિચિહન આપી શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમની શરૂઆત એલ.ડબલ્યુ ઓ ટી.એમ.ઠાકરીયા દ્વારા કરવામાં આવી હતી. આઇઆરઓ પ્રજાપતિ દ્વારા એન.ડી.ત્રિવેદીની ઓફીસ કામ કરવાની અને તેની સેવાકીય પ્રવૃતિ લોકડાઉનના સમયમાં કોઇપણ કર્મચારીને દવા જામનગર થી લઇને પહોચાડતા તેમજ બ્લડ ડોનેશન વિશે જણાવેલ. કા.વા. ડીજીએમ કે.બી.સોલંકી દ્વારા એન.ડી.ત્રિવેદીની પોતાની ઓફીસ કામ ઉપરાંત અન્ય કામ સોપવામાં આવે તોપણ તત્પરતાથી કરતા સાથે કર્મચારીઓના અંગત કામો કરી આપતા તેમની કામગીરીને બિરદાવેલ તેમજ યુનિયના હોદ્દેદાર અને સાથી કર્મચારી મિત્રો દ્વારા એન.ડી.ત્રિવેદીની દરેકને સાથે લઇને કામ કરવાની તેમજ તેમની સામાજીક સેવાકીય સાથે મેડીકલ બ્લડ ડોનેશન અંગેની કામગીરી યાદ કરીને અભિનંદન પાઠવેલ. વિશેષ મુખ્ય ઇજનેર આર.એચ.કહાર દ્વારા આર.સી.સુતરીયા, એનડી ત્રિવેદી, આર.કે.ઓડેદરા અંગેના તેમના અનુભવો યાદ કરી શુભેચ્છા પાઠવી હતી. કા.વા.મુખ્ય એન્જીનીયર (જનરેશન વડોદરા) વાય.એસ.ગણવીત દ્વારા સુતરીયાની બોઇલ અંગેની કામગીરીની સરાહના કરેલ. એન.ડી.ત્રિવેદીની કામગીરી કરવાની સાથે કર્મચારીઓ સાથે સંબંધ જાળવવાની તેમજ તેમની સેવાકીય પ્રવૃતિઓ મેડીકલ, બ્લડ ડોનેશન જેવી કામગીરીની સરાહના કરી હતી. આર.કે.ઓડેદરાના ભુતકાળમાં કરેલ એક સુચનથી કંપનીને થયેલ ફાયદાની યાદ તાજી કરીને નિવૃતિ જીવન માટે શુભેચ્છા પાઠવી હતી. એન.ડી.ત્રિવેદી દ્વારા અધિકારીશ્રીઓ તેમજ સાથી કર્મચારીઓનો પોતાની ફરજ દરમિયાન જે સાથ સહકાર મળેલ તે માટે આભાર માનેલ. નિવૃતિ બાદ પણ તે તેમનાથી બનતા કામ માટે સક્રિય રહેશે તેવી ખાતરી આપેલ સાથે સાથે મુંગણી ગ્રામજનો સાથે જેમને જમીન આપેલ તે ખેડુતોનો પણ આભાર માન્યો હતો. પાવર સ્ટેશનના વડા શ્રી ચૌધરી દ્વારા સુતરીયા સાથેના તેમના ભુતકાળના સ્મરણોને યાદ કરીને જૂની યાદો તાજી કરેલ હતી. તેમની બોઇલર અંગેની કામગીરી બિરદાવી હતી. એન.ડી.ત્રિવેદીની કામગીરી તેમના અંગત કોન્ટેકટનો લાભ લઇને સંસ્થાના કામો સાથે સાથી કર્મચારીના અંગત કામોમાં જે મદદરૂપ થતા તે યાદ કરેલ.

(1:16 pm IST)