Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

અમરેલી જીલ્લામાં ૨ દિવસમાં કોરોનાએ ૪ નો ભોગ લીધોઃ કુલ મૃત્યુઆંક ૪૨

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૬:  અમરેલીમાં શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોનાનો આજે ચોથો વોર્ડ ખોલવામાં આવ્યો છે હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાઈ રહયાછે અને કોરોના બેકાબુ બન્યો હોય તેમ રવિ અને સોમ એમ બે દિવસમા ંચારના દર્દીઓના મોત નીપજયા છે જેમાં એક દર્દીનું મોત સતાવાર રીતે આરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે એ સાથે સતાવાર મોતનો આંક ૪ર થયો છે.

તાલુકાના કેરાળાના ૬૫ વર્ષના મહીલા દર્દીનું કોરોનાને કારણે મૃત્યુ નીપજયાનું આરોગ્ય તંત્રએ જણાવ્યુ છે આ સાથે કોરોનાના બીજા રાઉન્ડમાં સતાવાર રીતે પહેલુ મોત નીપજયુછે જયારે રવિવારે લીલીયાના સલડી ગામના ૪પ વર્ષના આધેડ દર્દી અને ખાંભાના ૭૮ વર્ષના વૃધ્ધ દર્દીઓના અમરેલીમાં સારવાર દરમિયાન મોત નિપજયા હતા તથા  સોમવારે અમરેલીના હનુમાનપરા વિસ્તારના ૮૫ વષંના મહીલા દર્દીનું મોત નીપજયુ છે. આમ સતાવાર રીતે એક અને કોરોનાની સારવાર લઇ રહેલા બીજા ત્રણના મળી કુલ ચારના મોત થયા છે.

જિલ્લા સાથે જોડાયેલા સુરતમાં પણ કોરોના હાહાકાર મચાવી રહયો છે અહી માત્ર ૩ દિવસમાં સાવરકુડલાના વંડાગામના વતની એવા ૮૦ વર્ષની ઉમરના પાટીદાર સમાજના બે દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજયા હતા. જયારે અમરેલી જિલ્લાના ગૌરવ એવા બગસરા તાલુકાના માવજીંજવાના વતની જગ વિખ્યાત જાદુગર કૈ લાલના પુત્ર અને જાદુગર જુનીયર કે.લાલ તરીકે જાણીતા શ્રી હર્ષદભાઇ વોરા (હસુભાઈ) પણ અમદાવાદમાં કોરોના સામે જંગ હારી ગયા હતા. તેમના નિધનના સમાચારથી અમરેલી જિલ્લામાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.

(1:19 pm IST)