Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

રાજુલાના ભેરાઇ ગામના ખેડૂતો દ્વારા ગેસ પાઇપ લાઇન મુદે રજૂઆત

રાજુલા તા. ૬ :.. રાજુલાના ભેરાઇ ગામના ખેડૂતો દ્વારા પીપાવાવ (યુપી) એલ. પી. જી. પાઇપ લાઇન પ્રોજેકટ જે આઇ. એસ. પી. પ્રા. લી. દ્વારા નાખવામાં આવી રહેલ છે. જેના કારણે ખેડૂતોની મહામૂલી ખેતીની જમીન માંથી વપરાશી હેતુ માટે સંપાદન કરવાની નોટીસો મળતા ખેડુતો દ્વારા આ અંગેના વાંધાઓ તથા આવેદન પત્ર પણ નાયબ કલેકટરશ્રી આપેલ છે. તેમજ ધારાસભ્ય શ્રી અંબરીશભાઇ ડેરને પણ રાજુલા માર્કેટીંગ યાર્ડમાં રજૂઆત કરેલ હતી.

આ અંગે તેઓ નાયબ કલેકટરશ્રી તથા કલેકટરશ્રી ઉપરાંત મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને રજુઆત કરશે તથા તેઓએ જણાવેલ કે, આ બધા જ ખેડૂતોમાંથી પાંચ ખેડૂતો ગાંધીનગર આવે આ એલ. પી. જી. ગેસ પાઇપ લાઇન રોડની પૂર્વ બાજુએ સરકારી પડતર જમીન સર્વે નં. ૬૦૩ આવેલી છે તેમાંથી પચાસ કરવામાં આવે તો અમારી જમીનો બચી જાય તેમ છે.

ખેડૂતોમાં લાલાભાઇ મહાશંકરભાઇ રઘાણી, આતુભાઇ દડુભાઇ, ટપુભાઇ બી. રામ, જીણાભાઇ રામ, વાજસુરભાઇ અમરાભાઇ, હરેશભાઇ એસ. રામ, લાલાભાઇ વાઘ, નકાભાઇ ગભાભાઇ, કાનાભાઇ વાજસુરભાઇ, સુરેશભાઇ રઘાણી, મયુરભાઇ રઘાણી, લાલભાઇ ભોપાભાઇ, બાબુભાઇ ઉનડભાઇ, બાબુ ગાંડાભાઇ, નાથાભાઇ મુળુભાઇ વિગેરે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેલા.

(1:20 pm IST)