Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

કચ્છના ભચાઉના શિકારપુર ગામે પાણીમાં ન્હાવા પડેલ ત્રણ બાળકો ડૂબી જતાં મોત : રેતીચોરી માટે ગેરકાયદે ખોદાયેલા ખાડામાં ભરેલ પાણીના કારણે સર્જાઈ દુર્ઘટના

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::::ભચાઉના શિકારપુર ગામે પાણીમાં ન્હાવા પડેલ ત્રણ બાળકોના મોતના કરુણ બનાવે અરેરાટી સર્જી છે. મૃતક બાળકોની ઉંમર ૧૨ થી ૧૪ વર્ષની વચ્ચે હોવાનું જાણવા મળે છે. રેતી ચોરી માટે કરેલા ખાડાઓમાં પાણી હોઈ બાળકો તેમાં ન્હાવા પડયા હતા.

(7:09 pm IST)