Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

કોડીનાર પંથકમાં પાંચ દિવસથી લોકોને ધકકા

કિટની અછતથી વધુ કોરોના ફેલાવાનો ડર

Alternative text - include a link to the PDF!

કોડીનાર તા.૬ : હાલ કોડીનાર તથા આસપાસ ના ગામો માં કોરોના એ કહેર વર્તાવ્યો છે તેવા સમયે કોડીનાર સરકારી હોસ્પીટલ તથા તાલુકાના વિવિધ ગામોમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં છેલ્લાં પાંચ દિવસથી કોરોના ટેસ્ટીંગ કીટ ખલાસ થવાથી લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. તંત્ર દ્વારા તાત્કાલિક કોરોના ટેસ્ટીંગનો જથ્થો ફાળવવા પ્રબળ લોકમાંગણી ઊઠી છે.

 સરકારી હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દરરોજ અંદાજે ૪૦૦ લોકોને ટેસ્ટીંગ વગર ધક્કા હાલની પરિસ્થિતિ એ લોકોમાં કારાયા એક સર્વે પ્રમાણે કોડીનાર હોસ્પીટલ તથા ગ્રામીણ વિસ્તારમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દરરોજ અંદાજે ૪૦૦ જેટલા લોકો કોરોના ટેસ્ટ માટે આવે છે. પરંતુ છેલ્લા પાંચ દિવસથી એક પણ જગ્યાએ ટેસ્ટીંગ કીટ નથી. પરિણામે લોકોએ નિરાશા થઈ પરત થવું પડે છે.

કોડીનાર પંથકમાં કોરોના ટેસ્ટીંગ કીટ જરૂરી દવાઓ ફાળવવામાં કોડીનાર પંથકને લાંબા સમયથી અન્યાય કરવામાં આવે છે. જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલી છે. કોડીનાર પંથકમાં કોરોનાનો પ્રતિકાર કરવા તમામ જરૂરી સવલતો પુરી કરવા તંત્ર સમક્ષ ભારે લોક માંગણી ઉઠવા પામી છે.

(11:37 am IST)