Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટેલી કોન્ફરન્સ

દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજાના માર્ગદર્શન તળે ટેલીકોન્ફરન્સથી જિલ્લાના આરોગ્ય અધિકારીઓ તથા પ્રાંત અધિકારીઓ તેમજ તાલુકા મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સાથે મીટીંગ યોજાઇ હતી. જેમાં દરેક કોમ્યુનીટી કોવિડ સેન્ટર ગ્રામ્ય લેવલ ઉપર કોવિડની પુરતી દવાનો સ્ટોક રાખવા અને નિયમિત રૂબરૂ મોનીટરીંગ રાખવા જણાવેલ. તેમજ સી.સી.સી. પર જમવાની, પીવાના પાણીની અને યુરિનલ અને વોશ રૂમની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. ગ્રામ્ય કોવિડ સેન્ટરમાં સ્ત્રી દર્દી આવે તો પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. સ્થાનિક કક્ષાએ બધા વિભાગના સંકલનમાં રહી સી.સી.સી.ની કામગીરીનું મોનીટરીંગ કરવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા સુચના આપવામાં આવેલ હતી. તેમજ ઓકસીજનની જરૂરીયાત મુજબની બોટલનું રીફીલીંગ કરવા તાકીદ કરવામાં આવી હતી.

(11:40 am IST)