Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

ગોંડલમાં પોલીસના બે દરોડા દરમિયાન ગાંજાના જથ્થા સાથે ભાઇ-બહેન સહિત ત્રણ શખ્સો ઝડપાયા

વેપારી સિકંદર પાનની કેબીનમાં ગાંજો વેંચતો'તો : ૨૯૫ ગ્રામ ગાંજા સહિત રૂ. ૨૫ હજારનો મુદ્દામાલ સાથે ઝડપાયો અને બીજા દરોડામાં એક મહિલા તેના સગીર ભાઇ પાસે ગાંજાનું વેચાણ કરાવતી'તી : ૭૭ ગ્રામ ગાંજા સાથે બંનેને દબોચી લેવાયા : ગાંજાનો નમુનો લઇ એફએસએલમાં મોકલાયો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ,તા. ૬: ગોંડલમાં માદક પદાર્થનું વેચાણ થતુ હોવાની હકીકત મળતા રાજકોટ જીલ્લા એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ ગોંડલ સીટી પોલીસ મથકના પીઆઇ સહીતનો કાફલો બે ટીમો બનાવી ગોંડલ નાની બજાર કલભાનુ નાકુ દરબાર ગઢ અને ગોંડલના કોલેજ ચોક જીમખાના સામે કેબીનમાં ગાંજો વેચતા વેપારીને ત્યાં દરોડા પાડી એક સગીર સહીત ત્રણેયને દબોચી કુલ ૩૭૨ ગ્રામ ગાંજો કબજે લઇ ત્રણેયની વધુ પુછપરછ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલનાં પીઆઇ એસ.એમ. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ બી.પી. કનારા અને પીએસઆઇ બી.એલ. ઝાલા સહીતના સ્ટાફે પ્રથમ દરોડો ગોંડલ કોલેજ ચોક જીમખાના સામે કેબીનમાં માદક પદાર્થનું વેચાણ ચાલુ હોવાની બાતમીને આધારે દરોડો પાડી સિકંદર સલીમ શેખા (ઉ.વ. ૩૨) (રહે. ગોંડલ વોરા શેરી) વાળાને ઝડપી તેની કેબીનમાં તપાસ કરતા રૂ.૨૯૫૦ નો ૨૯૫ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. અને ગાંજાના વેપારના કુલ રૂ.૨૨૫૦૦ તથા એક મોબાઇલ સહીત રૂ૨૫૯૬૦ નો મુદામાલ કબજે કર્યો હતો. ગાંજાનો જથ્થો કયાંથી લાવ્યો છે. અને કોને કોને વેંચ્યો છે. તે અંગે હાલ તેની પુછપરછ શરુ કરવામાં આવી છે. તેમજ આ બનાવની તપાસ પીએસઆઇ બી.પી. કનારા કરી રહયા છે.

જયારે બીજા દરોડામાં ગોંડલની નાની બજારમાં કલભાનુ નાકુ દરબાર ગઢ પાસે એક સગીર માદક પદાર્થ વેચતો હોવાનું જણાતા દરોડો પાડી સગીરની પુછપરછ કરતા તેમને જેબાબેન સોયબભાઇ તૈલી (રહે. નાની બજાર કલભાના નાકા પાસે) નામની મહિલા ગાંજો વેંચવા આવતી અને તેમાંથી થોડુ કમીશન પણ આપતી હતી. જેથી મહીલાની પણ ધરપકડ કરી રૂ.૭૭૦દ્ગટ ૭૭ ગ્રામ ગાંજો પકડી એક મોબાઇલ સહીત રૂ.૩૨૭૦ નો મુદામાલ કબજે કર્યો હતો. બંને શખ્સો ગાંજો કયાંથી લાવ્યા એ અંગે હાલ પોલીસ સગીર અને મહીલાની પુછપરછ કરી રહી છે.દરોડા દરમિયાન ઝડપાયેલા ગાંજાનો જથ્થો હાલ એફએસએલમાં મોકલવામાં આવ્યો છે.

(11:43 am IST)