Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

મોરબી : રજીસ્ટ્રેશન કરાવનાર ૧૮ થી ૪૫ વર્ષના યુવાનોમાં રસી લેવા બાબતે ઉત્સાહ

સરકાર કમસેકમ રસીકરણ તો વહેલુ શરૂ કરે તેવી માંગ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૬: કેન્દ્ર સરકારના પગલે પ્રથમ કોરોના વોરિયર્સ બાદમાં ૬૦ થી ઉપરના સિનિયર સિટીઝન ત્યારબાદ ૪૫ થી ૬૦ની વયના લોકો માટે વેકિસન આપવાનુ શરું કરવામાં આવ્યું હતુ.

અને લગભગ મોરબીનાં કોરોના વોરિયર્સ અને સિનિયર સિટીઝન માંથી હવે કદાચ બહુ ઓછા લોકો બીજો ડોઝ લેવામાં બાકી હશે.

અને હવે મોરબી ભાજપ દ્વારા આજે ૪૫ ઉપરનાને રસી આપવાના બીજા રાઉન્ડની પણ શરૂઆત કરવામા આવી છે. અને કોરોના સંક્રમણથી બચવા અને કોરોનાની બીજી લહેરની ચેઇન તોડવા પણ અતિ આવશ્યક છે. કારણકે જયાં સુદ્યી કોરોનાની કોઈ દવાનો શોધાય ત્યાં સુધી આ વેકિસન જ એક આશાનું કીરણ અને સંજીવની માનવામાં આવેછે અને તેથી જ રસી લેવા માટેનું સરકાર દ્વારા મોટા પાયે પ્રચાર પ્રસાર અભિયાન ચાલી રહ્યું છે. અને રસીથી કોરોના કંટ્રોલ કરવામાં દ્યણા દેશો સફળ રહ્યાનું આપણે જાણીએ છીએ. આપણા દેશમાંથી પણ કાઙ્ખરોનાને દેશવટો દેવા દરેક નાગરિક રસી લે તે અનિવાર્ય છે.

કોરોનાની પહેલી લહેર કરતા હાલમાં ચાલી રહેલી બીજી લહેર ખુબ ભયાનક છે અને પહેલી લહેરમાં બહુ ઓછાં સંક્રમિત થતા યુવાનોને બીજી લહેરે વધુમાં વધુ સંક્રમિત કર્યાં છે અને હજુ આજની તારીખે પણ યુવાનોને સંક્રમિત કરી તેને મોતના મુખમાં ધકેલી રહી છે.

દેશમાં કોરોના તંડવે બીજી લહેરમાં હાહાકાર મચાવતાં અને વધુમાં વધુ યુવાનોને ભરખી જતાં વિશ્વ તબીબી નિષ્ણાંતો, કેન્દ્ર સરકારના ખાસ આરોગ્ય સલાહકારોની સલાહના પગલે કેન્દ્ર સરકાર દ્વારા તા ૧ લી મે થી દેશભરમાં ૧૮ થી ૪૫ વર્ષ સુધીના યુવાનો માટે દેશભરમાં ટીકા કરણ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરવામા આવી.

જેના પગલે આનંદ ફાનંદમાં ગુજરાત સરકારે પણ આ જાતની જાહેરાત જોરશોરથી કરી. પરંતુ ૧ મે પહેલા સરકારના ધ્યાને આવ્યું કે ગુજરાત ભરમાં તા ૧ લી મે એ એકીસાથે ગુજરાત ભરમાં ટીકા કરણ સરું કરવા માટે જેટલો જોઈએ તેટલો પુરતો જથ્થો તો સરકાર પાસે છે નહી!.

ત્યારે સવાલ એ થાય કે દેશમાં વિકાસશીલ મોડલની કહેવાતી આ ગુજરાત સરકારે પોતાની પાસે પુરતો જથ્થો છે કે નહિ તેની માહિતી મેળવ્યા વિનાજ જાહેરાતના ઢોલ વગાડી નાખ્યા?

ફરી પોતાના નિર્ણયને ફેરવી તોળ્યું કે હવે ૧૮ થી ૪૫ વર્ષ માટેના નું ટીકા કરણ તા ૧ મે થી રસીનો સ્ટોક ન હોવાના કારણે સરું થઇ શકશે નહી!!

અને ગણતરીના કલાકોમાં જ ફરી ફેરવી તોળ્યું કે હવે જે રસીનો જથ્થો છે તેમાંથી પ્રથમ ૧૦ જીલ્લા અતિ સંક્રમિત છે માત્ર તે જિલ્લાઓમાં જ ૧૮ થી ૪૫ વર્ષનાં ને રસીકરણ કરાશે.

અને એ વાત પણ આવકારદાયક છે કારણકે એ દસ જીલ્લા પણ આપણા ગુજરાતના જ છે અને એ ગુજરાતી યુવાનો પણ આપણાં જ છે.

પણ સરકાર સામે એ સવાલ પણ ઊભા થાય જ કે જયારે કોરોનાની ચેઇન તોડવા જરૂરી રસી નો પુરતો જથ્થો ટીકા કારણ અભિયાનની શરૂઆત કરતા પહેલા કેમ ના કરી રાખ્યો?

બાકીના ૨૩ જીલ્લા ગુજરાતના ૧૮૦૦૦ ગામડાઓમાં શું સંક્રમણ નથી? તો તેનું શું?

આજે ઉત્સાહભેર પોતાનું રજિસ્ટ્રેશન કરાવનાર ગુજરાતના બાકીના ૨૩ જિલ્લાઓ મા મોરબી જિલ્લો પણ આવેછે. આતુરતા સાથે રસી લેવાની રાહ જોતા મોરબીનાં યુવાનો વેદના વર્ણવવા સાથે સવાલ પણ કરી રહ્યા છે.

શું આ છે દેશમાં કહેવાતું વિકાસ મોડેલ, કે જે ગુજરાતની સરકાર કોરોનાગ્રસ્ત દરદીઓ માટે સમયસર પૂર્તિ એમ્બ્યુલન્સ ની, પુરતા બેડની, ઇન્જેકશન ની, ઓકિસજનની વ્યવસ્થા ન કરી શકી જેના કારણે અનેક માળા વિખાઈ ગયા.

અને આજે જયારે કોરોના વધુમાં વધુ યુવાનોને સંક્રમિત કરી રહ્યો છે. અને યુવાનો મોતના મુખમાં ધકેલાઈ રહ્યાં છે. ત્યારે સરકારે યુદ્ઘનાં ધોરણ વેકિસન નો પુરતો જથ્થો મંગાવી વહેલામાં વહેલી યુવાનો માટે વેકિસન આપવાનું શરૂ કરી ને ગુજરાતનું યુવાધન મહામારી નો ભોગ બને તે પહેલાં બચાવી લેવું જોઈએ.

એક વખત પાણી આવતા પહેલા પાળ બનાવ્યાનો દાખલો બેસાડવો જોઈએ!!

(11:45 am IST)