Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

કળિયુગમાં જીવોનો ઉધ્ધાર કરનાર શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો કાલે પ્રાગટય ઉત્સવ

પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના આદ્ય સ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું પ્રાગટય બિહાર હાલ છત્તીસગઢમાં ચંપારણ્યમાં સંવત ૧પ૩પ ચૈત્ર વદ-૧૧ ના રોજ થયેલ : માતાપિતા તેલંગ બ્રાહ્મણ અતિ ગરીબ પરંતુ ધર્મ સંસ્કારીત હતા : ચંપારણ્યમાં મહાપ્રભુજીને વૃક્ષ નીચે મુકી દેવાયેલ અને અગ્નિથી રક્ષિત થયેલ

પોરબંદર,તા.૬ : પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના આદ્યસ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્યજી યાને શ્રી મહાપ્રભુજીનું પ્રાગટય બિહાર-હાલ છત્તીસગઢમાં ચંપારણ્યમાં સવંત ૧પ૩પના ચૈત્રવદ ૧૧ એકાદશી યાને વરૂધિની એકાદશી (સક્કર ટેરી) ના થયેલ. શ્રીમદ્ વલ્લભભાચાર્યજી મહાપ્રભુજીનો આવતીકાલે પ્રાગટય દિન છે.

શ્રીમદ્ મહાપ્રભુજીના માતા-પિતા તલંગ બ્રાહ્મણ અતિ ગરીબ પરંતુ ધર્મસંસ્કારીત હતા. માતા-સર્ગભા અવસ્થામાં યાત્રા કરવા નીકળેલ. બિહારમાં આજનું છત્તીસગઢના જંગલમાંથી પ્રસાર થતા સર્ગભા માતાને કષ્ટ થતાં ચંપારણ્ય(વન) માં  આપશ્રીનો જન્મ આપેલ પ્રસવેદના શાંત થતા આપશ્રીએ જીવોના ઉધ્ધાર માટે પૃથ્વી પધારેલ આપશ્રીનું દિવ્ય સ્વરૂપથી પ્રેરણાથી માતા-પિતા આપશ્રીને ચંપારણ્યમાં વૃક્ષ નીચે મુકી યાત્રા આગળ વધારી ત્યારે આપશ્રીની રક્ષા માટે અગ્નિ પ્રાગટય થયેલ અને અગ્નિથી રક્ષીત થયેલ દરમ્યાન ચંપારણ્ય વનમાંથી સાહુની જમાત પસાર થતા આપશ્રીનું દિવ્ય સ્વરૂપ અને અગ્નિ રક્ષા કરતા જોયેલ સાધુ જમાત જયાં સુધી આપશ્રીના માતા-પિતા યાત્રા કરી પરત ન આવ્યા સુધી આ સાધુ જમાતે રોકાય જતન કરેલ. જે સબંધે અનેક જીવનવૃંતાત આપશ્રીના વિદ્વાનો દ્વારા રચાયેલ છે. અને તેમાં જ્ઞાન મંતવ્યના દર્શન કરાવી પ્રતિભાવ દર્શાવેલ છે. આપશ્રીનું સ્વરૂપ અગ્નિ સ્વરૂપ તેમજ વિષ્ણુ અંશા અવતાર ગણાય છે.

શ્રીમદ્ વલ્લભાચાર્યજી-મહાપ્રભુજીએ ત્રણ વાર પૃથ્વી પરિક્રમા કરેલ છે. યજ્ઞોપવિત સંસ્કાર, ગૃહસ્યી જીવન સંસ્કાર સાથે કળીયુગમાં જીવો ઉધ્ધાર રક્ષણની જવાબદારી ભવિષ્ય વિચારી ભારત યાત્રા પરિભ્રમણ દરમ્યાન પ્રેરણા પુષ્ટિ સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાયને સ્થાપના કરી વૈષ્ણવ ધર્મ તરીકે જીવ ઉધ્ધાર માર્ગ સરળ  આપશ્રીએ બનાવ્યો, પુષ્ટિ સંપ્રદાયમાં આપશ્રીએ યોગેશ્વર શ્રી કૃષ્ણને સ્થાન આપ્યું શ્રી કૃષ્ણની બાલભલાના આ પુષ્ટિ સંપ્રદાયમાં ભાવ પ્રગટ કરી ઠાકોરજી સેવાનું મહાત્મય સમજાવ્યું. સેવા ધર્મમાં સેવા ધર્મમાં બાલ સેવાનો ભાવ પ્રગટ કર્યો. તેની પુષ્ટિ કરી માદરાથી ઉચ્છેરથી લઇ ૧૦૧ર વરસની ઉંમર સુધીના બાળકની જે ચેષ્ટા ભાવ દર્શાવ્યા છે સાથે ઉચ્છેર માતા-યશોદાજીએ શ્રીકૃષ્ણનો બાલ્યકાલ ઉચ્છેર કર્યો તેનું મહાત્મય આગળ રાખી સમજવેલ અને શ્રી ઠાકોરજી હૃદય સુધી પહોંચવા નિર્દોષમ્યા ભરી રીતે સમજાવી. પરંતુ આપે જે ભાવથી પુષ્ટિ વૈષ્ણવ સંપ્રદાયમાં વર્ણાવેલ છે. તે ભાવ આજે સહહૃદયતા સાથે જોવા મળતો નથી. પરંતુ વધુ પડતો અતિરેક દંભ જોવા મળે છે. આપે અપનાવેલ સિધ્ધાંત અને આજ્ઞાનું અર્થઘટન - વિકૃત્ત રીતે થઇ રહયું છે.

શ્રીમદ્ વલ્લભાચાર્યજી - મહાપ્રભુજી સ્થાપેલ પુષ્ટિમાર્ગીયે વૈષ્ણવ ધર્મમાં અસ્પૃશ્યતા - મર્યાદા યાને મરમદ ધર્મ સાથે વિજ્ઞાન દર્શાવેલ છે. આરોગ્ય રક્ષણ પણ દર્શાવેલ છે. અને શુધ્ધતાઇ - સ્વચ્છતાનું મુલ્ય સમજાવેલ છે. વર્તમાન સમય જબરજસ્ત પરિવર્તન સાથે અપભ્રંશયા વધુ છવાય જતાં આપશ્રી બતાવેલ ટીકકા પાત્ર અણગમો નાસ્તીકતા નફરત ભાવ તરફ આગળ જઇ રહેલ છે. જે આજે યાને વર્તમાન સંજોગોમાં વાહ... વાહ... અને અહંકાર લીલા ઠેસ પહોંચાડી રહ્યા છે. જે સાચો વૈષ્ણવ કદી પણ માફ કરી શકે નહીં. આટલું હોય તેમ કુલાચાર- રિવાજ - ગૌત્ર રિવાજમાં જ અંધશ્રધ્ધા વર્તમાન આપણા વંશવૃધ્ધી ગાદી વારસો ફેલાવી રહ્યા છે. જે ઘણું દુઃખદ માફ કરી શકાય નહીં. આપશ્રીએ જે મારગ ગૌત્ર કુલાચાર માટે બતાવેલ છે. અપનાવેલ. દિક્ષા આપી છે. તે હાર્દ ભાવનાને ઉલ્ટાવી દીધેલ છે. આપશ્રીએ વંશ વારસ ગાદી વારસ વારસો ગૃહસ્થી જીવન અપનાવેલ છે. તેમાં પણ

તેમાં ધર્મસ્થાન પર બિરાજેલ ધર્મગુરૂની પ્રતિષ્ઠા ગાદી-ધર્મની પવિત્રતા ભવિષ્યના દિવસોમાં ધર્મનિરપેક્ષ અદ્રશ્ય થાય નહી લોપ બને નહી તે ભવિષ્ય ઉજળુ રહે તે માટે ગૃહસ્થી જીવનની મર્યાદા આપી છે જેથી આપશ્રીએ જ ગૃહસ્થી જીવન અપનાવી  સમંય આપેલ છે. તે પ્રમાણે ગૃહસ્થી વહેવાર નિભાવી ધર્મસંસ્કૃતીક  રક્ષણ કરવા આપેલ છે. પરંતુ તે મર્યાદા તુટી રહી છે. અને ટીકકાપાત્ર બનેલ છે બનતા જાય છે આપશ્રીના કથન અનુસાર ભાખેલ ભવિષ્ય વાણી લાલબત્તી સમાન બની છે. અનુભવાય છે આટલો વિશાળ ધર્મસંસ્કૃતી સાથે સંકળાયેલ છે. ત્યારે લંપટલીલા કરતા ગુરૂને પુજવા યોગ્ય ગણાય  નાસ્તીકતા નથી પરંતુ વાસ્તવિકતા છે. ધર્મગુરૂઓને અભડાવનારૂ લંટરીયાને શુદ્ધ રાહહૃદયના ધરાવતા વૈષ્ણવોને દુર રાખે છે.

આપશ્રીના પ્રાગટયને પ૪ર પાંચસો બેંતાસી વરસ પ્રવેશ સાથે અઠાવન વરસ આ ધર્મની સંસ્કૃતિની  મર્યાદા દર્શાવી છે. ત્યારબાદ  સંસ્કૃતીનું જતન કરવું મુશ્કેલ કસોટી રૂપ દિવસો આવી રહ્યા છે.

શ્રીમદ્દ મહાપ્રભુજીને અષ્ટા સખા વૈશ્નવ-ભકતોને અપનાવેલ છે. કઇ રીતે કેવી રીતે અને તેઓની પાસે શું હતું અને શું મેળવ્યું અને ભારતની સંસ્કૃતી સાથે ધર્મસંસ્કૃતીને જીવંત રાખી રક્ષણ કર્યુ છે. આ આઠેય વ્યકિત પાસે ત્યાગ સર્મથન ભાવના અકાગ્રતા દર્શાવી છે.  તે આટલૂં સમજીએ અથવા અંશ લઇએ તો પછી જીવન સાર્થક ગણાય તે સમજવા જાણવા-અનુભવ્યા છતા મંજીલ દુર રહી  છે. ત્યાં સુધી પહોંચવું કઠીન બનતુ જાય છે. તેવી રીતે બસો બાવન ચોરસ વૈશ્વનને અપનાવી ઉધ્ધાર કર્યો પરંતુ પૃથ્વી પરનુ અવતરણ કાર્યસમજવું અને જીવનમાં જીવનમાં ઉતારી શકતા નથી. અંતર છે હું પડતું જાય છે. માત્ર મનુષ્યની આપશ્રીની વંશવૃધ્ધી અંશરૂપ પણ પ્રેરણા લઇ જીવનમાં ઉતારે છે ?  સમજે છે ? માત્ર પ્રસંગોપાત ધર્મવાર્ના. સત્સગાો, ધાર્મિક સભામાં દુષ્ટાંત આપી સંતોષ માની લ્યે છે. પરંતુ આદંભનો અંત નથી ! ગૃહસ્થી જીવન માટે આપે પચ્ચીસ વરસની મર્યાદા આપી છે ત્યારબાદ વર્ણાશ્રમ-બ્રહ્મચર્યતા દર્શાવી છે. પરંતુ તે પણ અધવચ્ચેના રેલ્વે સ્ટેશન જેવી છે. સંસારની વિટબણામાં ત્યાગ સાથે જ્ઞાન પ્રકારનો દિપ જલતો રહે તે દિશામાં રહી શ્રીજીશરણ તેલ બની જ્ઞાન પ્રકાશ આપે છે. તે સમજો. હવેલી ભાવાર્થ પણ સમજવાનો લોકો પાસે સમય રહ્યો નથી. માત્ર આઠ ઝાંખી દર્શન કરો, કે એક ઝાંખી દર્શન કરો તો વૈષ્ણવનું પ્રમાણપત્ર મળી જાય ! કપાળમાં યુ માર્કાનું તિલક શું છે તે પણ સમજી શકતા નથી.

પરંતુ તે પણ ગુઢ્ઢાર્થ છે શ્રી યમુનાજી યાને યમુના મહારાણીનું આવતરણ શ્રીજીની સેવામાં બતાવ્યું છું. મારી દૃષ્ટિએ આપે સેવાભાવ નહીં પરંતુ માતૃભાવ સર્મપિત કર્યો છે. શ્રીને બાળભાવે માતૃ તરીકે ઉચ્છેર કરેલ છે. હવેલી દર્શન ભાવમાં તમે તમારા બાળકની સારસંભાળ ત્યો છો. તેવી રીતે શ્રી ઠાકોરજીની સાર સંભાળ બાલભાવથી લ્યો છે. તે ભાવથી દર્શન કરશું તો આવો આવ આપની સન્મુખ થશે  અહો ભાવ પ્રગટશે.

વર્તમાન સંજોગમાં શ્રીકૃષ્ણ અવતાર અને પૃથ્વી પર રાધાજીનું અવતરણનો ગુઢ્ઢાથી સમજી શકતા નથી. સમજવા આપણે દરકાર સમજવા માટે કરી નથી. શ્રીકૃષ્ણ અવતરણનું જુદી જુદી પૃથ્વી પરની લીલા જુદા જુદા ભાવમાં દર્શાવી આપણે મુલ્વણી કરવામાં ગંભીર ભૂલ કરી છે કરી રહ્યા છે. શ્રી કૃષ્ણના ૧રપ વરસના આયુષ્યમાં સંસારથી લઇ યુધ્ધ ભૂમિ સુધી એક સંસારી તરીકે રહ્યું. વાસ્તવમાં શ્રી કૃષ્ણ અવતરણ નિરાકાર છે. સંસારી હોવા છતાં યોગેશ્વર રહ્યા. બ્રહ્મચારી રહ્યા છે. બાલ સ્વરૂપ રહ્યા, યશોદા માતાને ભરપુર સંતાન પ્રેમથી ભીંજવી દીધા જેલમાં જન્મ આપનાર સગીજનોના દેવકીને માત્ર યાદ કરીએ છીએ. શ્રી કૃષ્ણના પિતા તરીકે નંદરાજાની ઓળખ આગવી છે.

આગવી છે. મુખ્ય પિતૃ-પિત વસુદેવની ઓળખ જન્મદાતાની બતાવી છે. આ પાછળ સમજયા ઉંડા દ્રષ્ટિકોણની જરૂર છ. પરંતુ આપણી પાસે સંસારી પાસે છીંછરી છે. આપશ્રીને વૃંદાવનમાં ગીરીરાજમાં શ્રી કૃષ્ણ-વિષ્ણુનો સાક્ષાત્કાર થયો. બાલ સ્વરૂપે આપશ્રીને ભેટયા અને તેઓશ્રીના એક માત્ર પર્સથી આપનામાં ચેતના પ્રગટી જીવ ઉધ્ધાર ધર્મસંસ્કૃતના રક્ષણ માટે આપશ્રીનું અવતરણ થયાનું પ૪ર પાંચસો બેંતાલીસ વરસમાં પ્રવેશ કરે છે. આપે જીવ ઉધ્ધાર માટે બ્રહસંબંધ નામની રેખા અંકિત કરી શ્રાવણ શુદ ૧૧ પ્રથમ દિક્ષા આપના શખ્સોને આપી શરણુ લીધુ બ્રહ્મસંબંધ શું છે તેનો ગુદ્વાર્થ  રહસ્ય સમજાવ્યું પરંતુ માનવ જીવન નજીક પહોંચી શકતોનથી. ખુદ આપશ્રીના વંશવૃધ્ધિ ઉતરોતર ગાદી વારસ પુર્ણ સમજવી ભાવ પ્રગટ કરાવી શકતા નથી. જેથી ધર્મરૂચી રહેતી નથી અપ્રભંશતા અને અજ્ઞાનતા છુપાયેલ છે.

આપશ્રીના પૃથ્વી ભ્રમણામાં મલેરચ્છોની કનડત સામે ધર્મરક્ષણ કર્યુ. ધર્મસભામાં જઇ શાસ્ત્રાર્થ કરી એ સિધ્ધ કરી બતાવ્યું કે જગત સત્ય છે અને બ્રહ્મમિથ્યા છે.

શ્રી કૃષ્ણએ મહાભારતના યુધ્ધમાં એ પણ સાબીત કરી બતાવ્યું કે પોતે સાક્ષાત ઇશ્વર સોહંમ છે. અર્જુને યુધ્ધ કરવા ના પાી હથીયાર નીચે મુકયા ત્યારે યુધ્ધભુમીના અંતચક્ષુ આપી વિરાટ સ્વરૂપના દર્શન કરાવી કૌરવ સેના દુર્યોધન સહીતને હણાયેલા દેખાડયા, બાલકાળમાં રમતા રમતા માટી મુખમાં મુકી યશોદા મા વિહરણ બન્યા અને મોઢામાંથી માટી કાઢવા જતા ત્રિભુવનના દર્શન કરાવ્યા. આમ સમગ્ર વિચારીએ તત્વજ્ઞાન દર્શન એક સુચવે છે તે અન્વયે સમગ્ર શ્રી કૃષ્ણ અવતારની ગર્ભઅવસ્થા લઇ અંત સમય સુધી જીવનલીલા બાલ સ્વરૂપ સમાવી આપે પુષ્ટી માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની સ્થાપના કરી મનુષ્યજીવન ઉધ્ધાર માટે આ ધર્મ પૃથ્વી પર પ્રચલીત કર્યો. કળીયુગમાં પુષ્ટી સંપ્રદાયનું ધર્મનું રક્ષણ કરશે તે બતાવ્યું. સાક્ષાત શ્રી સ્વરૂપ શ્રીમદ ભાગવત અને ગીતાને પણ પ્રાધાન્ય આપી પુષ્ટી સંપ્રદાયતા આપી સેવાકાર્ય નીત્ય ક્રમ દર્શાવેલ છે. શ્રીનાથજીના આઠ સ્વરૂપની સેવા જુદી જુદી હવેલી તેમજ શ્રી વૈષ્ણવના ગૃહમાં બિરાજમાન કરી છે.

સંકલન : હેમેન્દ્રકુમાર પારેખ

સ્મિત પારેખ

પોરબંદર-૩૬૦પ૭પ

મો.નં.૯૪ર૬ર૭૮૩૦ર

૭૦૪૮પ૩૩પ૩૯

(11:51 am IST)