Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

ધોરાજીના સુપેડી પંથકની દેવીપુજક યુવતીના આપઘાત કેસમાં પકડાયેલ પતિ, સાસુ, સસરા, દિયરના જામીન મંજુર

રાજકોટ, તા., ૬: ધોરાજી પંથકના સુપેડી ગામે દેવીપુજક યુવતીએ કરેલ  આપઘાતના કેસમાં પતિ-સાસુ-સસરા-દીયરને જામીન પર છોડવાનો ધોરાજી સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે ગઇ તા.ર૧-૧૧-૨૦૨૦ના રોજ ફરીયાદી કિશોરભાઇ જેન્તીભાઇ વાઘેલા જાતે દેવીપુજક રહે. ફરેણી રોડ, કાલેશ્વર મંદિર પાછળ, ધોરાજીવાળાની પુત્રી રવિનાબેન (ઉ.વ.ર૧) રહે. સુપેડીવાળીએ ગળાફાંસો ખાઇ કરેલ આપઘાતની ફરીયાદ ધોરાજી પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ અજયભાઇ ઉર્ફે અજો રમણીકભાઇ ઉર્ફે રમેશભાઇ સોલંકી, સસરા-રમણીકભાઇ ઉર્ફે રમેશભાઇ વશરામભાઇ સોલંકી, સાસુ-પ્રભાબેન વા/ઓ રમણીકભાઇ ઉર્ફે રમેશ વશરામભાઇ સોલંકી, દીયર-વીરૂભાઇ રમણીકભાઇ ઉર્ફે રમેશભાઇ સોલંકી વિરૂધ્ધ  ફરીયાદ નોંધાવેલ હતી.

ઉપરોકત ફરીયાદનાં અનુસંધાને ધોરાજી પોલીસ ઉપરોકત આરોપીઓને અટક કરવામાં આવેલ હતા.

ઉપરોકત ફરીયાદના અનુસંધાને મરણજનાર રવીનાના સાસુ, સસરા, પતિ, દીયર વગેરેની અટક થઇ જતા મરણજનારના સાસુ પ્રભાબેન રમણીકભાઇ સોલંકીએ જામીન પર છુટવા માટે ધોરાજી સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી જે અરજીની સુનાવણી થાય તે પહેલા ધોરાજી કોર્ટમાં ચાર્જશીટ રજુ થઇ જતા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી વિથ ડ્રો કરેલ હતી.

ઉપરોકત ગુનામાં ચાર્જશીટ કોર્ટમાં રજુ થઇ જતા આ કામે મરણજનાર રવિનાના સાસુ, સસરા, પતિ, દીયર વીગેરે જામીન પર છુટવા માટે ધોરાજી સેસન્સ કોર્ટમાં ચાર્જશીટ બાદની જામીન અરજી કરેલ હતી. જે અરજીમાં આરોપીઓ તરફે અભય ભારદ્વાજ એન્ડ એસોસીયેટસના એડવોકેટશ્રી અંશ ભારદ્વાજની લંબાણપુર્વકની દલીલો ધ્યાને લઇને સેસન્સ કોર્ટે દરેક આરોપીઓને રૂપીયા પંદર-પંદર હજારના જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કામના તમામ આરોપીઓ તરફે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના એડવોકેટ અંશ ભારદ્વાજ, દિલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, અમૃતા ભારદ્વાજ, વિજય પટેલ, કલ્પેશ નસીત, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, જીજ્ઞેશ વિરાણી, શ્રીકાંત મકવાણા, જીતેન્દ્ર કાનાબાર, ડો.તારક સાવંત, કાર્તીકેય મહેતા વિગેરે રોકાયા હતા.

(11:51 am IST)