Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

જામનગરમાં પટેલ કોલોનીમાં જુગાર રમતા ઝડપાયા

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૬: શહેરમાં પટેલ કોલોની શેરી નંબર ૭-૮ વચ્ચે આવેલ રાજપથ એપાર્ટમેન્ટમાં આરોપી સ્મીતભાઇ બીપીનભાઇ કાનાબારના રહેણાંક ફલેટમાં ચાલતા ગંજીપતાના તીનપતી રોન પોલીસ નામના જુગારના અખાડામાંથી રોકડ રૂ. ર૯,પ૦૦ બે મો.સા. કિ. રૂ. ૬૦,૦૦૦ તથા પાંચ મોબાઇલ ફોન કિ. રૂ. ૧૬,૦૦૦તથા ગંજીપતાના પાના મળી કુલ રૂ. ૧,૦૫,૫૦૦ ના મુદામાલ સાથે (૧) સ્મીતભાઇ (ર) પ્રતાપસિંહ પ્રભાતસિંહ જાડેજા રહે. નવાગામ ઘેડ બાપુનગર શેરી નં.૪ દવાખાના પાસે (૩) મુકેેશભાઇ મંગલદાસ મોદી રહે. પટેલ કોલોની શેરી નંબર ર રોડ નંબર-ર (૪) દિનેશભાઇ શરદભાઇ શીંગાળા રહે. નવાગામ ઘેડ, ગોપાલ ચોક (પ) રમેશભાઇ નાનજીભાઇ ડાભી રહે. પટેલ કોલોની શેરી નં. ૯ના છેડે શાંતીનગર શેરી ંનં. ર ઝડપાઇ ગયા હતા અને (૧) હરપાલસિંહ જાડેજા રહે. નવાગામ ઘેડ, (ર) સાગરભાઇ રાઠોડ ફળી રહે. નવાગામ ઘેડ, ખડખડનગર ફરાર થઇ ગયા હતા.

આ કાર્યવાહી પો.ઇન્સ. કે.જી.ચૌધરીની સુચનાથી પો.સ.ઇ. આર.બી.ગોજીયા, પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી, કે.કે.ગોહીલ તથા એલસીબી સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વીનભાઇ ગંધા, દિલીપભાઇ તલવાડીયા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલ, પ્રતાપભાઇ ખાચર, વનરાજભાઇ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(12:59 pm IST)