Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

ગોંડલના સુલતાનપુરમાં પરિણીતાને આશરો આપનાર મહિલા પર શખ્સનો ધોકા-પાઇપથી હુમલો

મારામારીનો વીડીયો ઉતારનારા પાડોશી પર પણ હુમલો : સામસામી ફરીયાદ

ગોંડલ, તા. ૬ :  ગોંડલના સુલતાનપુરમાં રહેતા વિધવાને ચાર શખ્સોએ ધોકા-પાઈપ વડે હુમલો કરતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાયા છે. આ અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકનાં સ્ટાફે કાર્યવાહી કરી હતી. વિધવાએ આરોપીની બીજી પત્નીને પોતાના ઘરમાં આસરો આપતાં ખાર રાખી હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલના સુલતાનપુરમાં રહેતા હંસાબેન રમેશભાઈ મારૂ (ઉ.વ.૪૫) નામના વિધવાને રાત્રીનાં સમયે અતુલ કોળી અને તેની સાથેના ત્રણ શખ્સોએ ધોક-્રપાઈપ વડે હુમલો કરતાં તેઓને સારવાર માટે સીવીલમાં ખસેડવામાં આવ્યા છે. હંસાબેનના કહેવા પ્રમાણે હંસાબેનને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે પતિ હયાત નથી.

તેમના ઘર નજીક રહેતા અતુલ કોળીને એક પત્ની હોવા છતાં બીજી સરોજબેન સાથે લગ્ન કરેલ હતા. સરોજબેન હાલ અલગ રહે છે તેને સંતાનમાં ૧ પુત્ર એક પુત્રી છે તેમજ સરોજબેન સાથે ૧૦ વર્ષથી લગ્ન કર્યા બાદ સાથે રહ્યા બાદ હવે કાઢી મુકતા હંસાબેને સરોજને આશરો આપ્યો હતો જેથી આ બાબત અતુલને ન ગમતાં હંસાબેન સાથે માથાકુટ કરી માર માર્યો હતો.

આ અંગે ગોંડલ તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.

જયારે સામાપક્ષે ઘર પાસે ઝઘડો ચાલતો હોઇ પાડોશી હરેશભાઇ ભનાભાઇ બગડાના ભાઇ માથાકુટનું પોતાના મોબાઇલમાં શુટીંગ ઉતારતા હોઇ તે બાબતે બાવલીબેન રમેશભાઇ મારૂ, ડીમ્પલ રમેશભાઇ મારૂ, હિતેન રમેશભાઇ મારૂ, હંસાબેનનો જમાઇ પીન્ટુ એ આવી શુટીંગ શું લેવા ઉતારે છે કહી ગાળો આપી પાઇપ વડે હુમલો કરતા હરેશભાઇ અને તેના ભાઇને પાઇપ વડે મારમારતા ફરીયાદ થઇ છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:02 pm IST)