Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

અમરેલી જીલ્લામાં કોરોનાથી ર૦ દર્દીઓના મોત

એકાદ હજાર દર્દીઓ હજુ ઘરે ઓકિસજનના સહારેઃ સેવાભાવી સંસ્થાઓ અને તંત્ર ખડેપગે

(અરવિંદ નિર્મળ દ્વારા)  અમરેલી તા.૬ : અમરેલી જિલ્લામાં કોરોનાના મોતનું પ્રમાણ દર્દીની જેમ જ ઓછુ થઇ રહયુ છે. અમરેલીમાં ૧૩ અને રાજુલામાં ૩ તથા કુંડલામાં ૪ મળી કુલ ર૦ દર્દીઓનાં મૃત્યુ નીપજયા હતા.

અમરેલીના ગાયત્રી મોક્ષધામમાં ૬, મોટા આંકડીયાના સ્મશાનમાં પ, એકની સમાધીવિધી, એકની દફનવિધી તથા રાજુલામાં રાજુલાના એક અને જાફરાબાદમાં બેની અંતિમવિધી થઇ છે. જયારે કૈલાશ મુકિતધામમાં શહેરના માણેકપરા વિસ્તારમાં રહેતા ૭૭ વર્ષના હોમકવોરન્ટાઇન મહિલા દર્દી સહિત કોરોના ન હોય તેવા લોકોની અને ગાયત્રી મોક્ષધામમાં કોરોના ન હોય તેવા ત્રણ લોકોની અંતિમવિધી થઇ હતી.

કોરોના અને વગર કોરોનાના ૧૦ શહેરીજનોના મૃત્યુ થયા છે. અમરેલીમાં પ્રતાપરાના વરૂડી રોડ પર રહેતા ૪૯વર્ષના પુરૂષ, ચિતલ રોડ ઉપર રહેતા ર૯ વર્ષના પુરૂષ, બગસરાના ૭૯ વર્ષના મહિલા, પાણીયાના ૮ર વર્ષના પુરૂષ, ધારીના મહિલા, બાબરાના ૪ર વર્ષના મહિલા પીઠડીયાના ૩૮ વર્ષના મહિલા, જાળીયાના ૩૪ વર્ષના પુરૂષ લીલીયાના ૩૮ વર્ષના મહિલા અકાળાના પપ વર્ષના મહિલા બરવાળાના ૮૦ વર્ષના મહિલા તથા જાફરાબાદના ૭૦ વર્ષના સ્ત્રી અને ૬૪ વર્ષના પુરૂષ અને રાજુલાના ૮૦વર્ષના પુરૂષ દર્દી તથા સાવરકુંડલામાં ૪ કોરોના પોઝીટીવ અને બે અન્ય મૃત્યુ થયા હતા. બગસરાના ૪રવર્ષના પુરૂષની કબ્રસ્તાનમાં દફનવિધિ થઇ હતી તથા અમરેલીના પપ વર્ષના પુરૂષ દદીની સમાધી વિધી થઇ હતી.

કોરોનામાં વણસેલી સ્થિતિમાં થઇ રહેલો સુધારો સતત શરૂ અને અમરેલીમાં દર્દીઓનો ઘસારો ઓછો થવા છતા આજની સ્થ્િતિએ પણ એકાદ હજાર જેટલા દર્દીઓ ઘેર ઘેર ઓકસીજનના સહારે છે. પણ હવે જિલ્લાના ગામડાોઅમાં  સારવાર શરૂ થતા અમરેલીમા ઘસારો ઘટયો હોવાનું લાગી રહયુ છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમારે જણાવ્યું હતું કે ગયા વખતે ધનવંતરી રથ દ્વારા ઇમ્યુનીટી વધારવાની દવાઓ અપાઇ હતી. પણ આ વખતે ધનવંતરીરથ દ્વારા ટેસ્ટીંગ અને સારવારને અગ્રતા અપાઇ છે. ધનવંતરી રથ દ્વારા ચકાસણી કરી દર્દીને સારવાર અપાઇ અને તેની સાથે જિલ્લાના ગામડાઓની શાળાઓમાં પોઝીટીવ દર્દીઓને રાખી સંક્રમણ ઓછુ કરવા માટે પ૯૮ ગ્રામ પંચાયતોને સુચના પંચાયતોને આપવામાં આવી હોવાનું ડીડીઓ શ્રી તેજસ પરમારેજણાવ્યું હતું.

હોસ્પિટલેથી રજા અપાઇ હોય અને ઘરમાં રહી ઓકસીજનના સહારે રહેતા હોય તેવા સાતસોથી એક હજાર જેટલા દર્દીઓ માટે ઓકસીજનન સતત માંગ રહે છે. હજુ થોડા સમય ઓકિસજન માટે કટોકટી રહેવાની છે જો કે વિવિધ સેવાભાવી સંસ્થાઓ પણ સતત ખડેપગે છે.

(1:12 pm IST)