Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

યુવા મંત્રી જયેશ રાદડીયાના સક્રીય પ્રયાસોથી વિરપુર ખાતે વધુ એક ૨૫ બેડનુ “કોવીડ હેલ્થ સેન્ટર”કાર્યરત કરવામા આવશે.

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: જેતપુર-જામકંડોરણા વિસ્તારના કોરોનાગ્રસ્ત લોકોને આ મહામારીમા હેરાન ન થવુ પડે અને વિનામુલ્યે સારવાર મળી રહે તેવા ઉદે્શથી જામકંડોરણા તેમજ જેતપુર ખાતે કોવીડ હેલ્થ સેન્ટર કાર્યરત કરાવીને હવે યુવા મંત્રી જયેશ રાદડીયા તેમજ દાતાઓના સહકારથી વિરપુર ખાતેના “સામુહીક આરોગ્ય કેન્દ્ર”મા ૨૫ બેડનુ હેલ્થ સેન્ટર કાર્યરત થાય એ માટે યુવા મંત્રી જયેશ રાદડીયા તેમજ મનસુખભાઈ ખાચરીયા,ગોરધનભાઈ ધામેલીયા સહીતના આગેવાનોએ સામુહીક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને જરૂરી સુચનો કર્યા હતા,આ હેલ્થ સેન્ટરમા કુલ ૨૫ બેડની સુવિધા ઉભી કરવામા આવશે જેમાથી ૧૫ બેડ ઓક્સીજન ફેસેલીટી સાથેના કાર્યરત કરવામા આવશે તેમજ દાખલ થનાર તમામ દર્દીઓને આ સારવાર વિનામુલ્યે આપવામા આવશે,આ હેલ્થ સેન્ટર તા.૮/૫/૨૧ ના રોજ શરૂ થશે.

(9:35 pm IST)