Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

સતી લોયણ માતાજીના મંદિર ખાતે યોજાયેલી ધર્મસભામાં બિલખાની હિન્દુ લુહાર દીકરીને વિધર્મી શખ્સ અપહરણ કરી જવાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી

જુનાગઢ જિલ્લા પોલીસ વડાએ 24 કલાકમાં દીકરી પાછી લાવવાની આપેલી ખાતરી ઉપર પાણી ફરી વળ્યું હિન્દુ સમાજમાં ભારે રોસ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા )ધોરાજી:-આટકોટ  લુહાર વિશ્વકર્મા સમાજનું આસ્થાનું કેન્દ્ર માં સતી લોયણ માતાજીના મંદિર ખાતે યોજાયેલી ધર્મસભામાં

બિલખાની હિન્દુ લુહાર દિકરીને વિધર્મી શખ્સ અપહરણ કરી જવાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી
લુહાર સમાજના આસ્થાનું કેન્દ્ર ધર્મનગરી આટકોટ ખાતે સમગ્ર દેશમાંથી પધારેલા લુહાર પંચાલ વિશ્વકર્મા સમાજના આગેવાનોની હાજરીમાં વિશાળ ધર્મ સભા યોજાઈ હતી આ ધર્મ સભામાં મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ ખાસ હાજરી આપી આશ્રીવચન પાઠવ્યા હતા
બાદ લુહાર પંચાલ વિશ્વકર્મા સમાજના ભામાશા ગણાતા પરસોતમભાઈ પિત્રોડા દાસ કાકા તરીકે જાણીતા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ધર્મ સભામાં અતિથિ વિશેષ પદે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા ના રાષ્ટ્રીય અગ્રણી અને ગુજરાત પ્રદેશના મહામંત્રી કિશોરભાઈ રાઠોડ. અમદાવાદના ઉદ્યોગપતિ નાથાભાઈ પિત્રોડા. જસદણ આટકોટના પ્રમુખ જે.પી રાઠોડ. ચંદ્રકાંતભાઈ ચુડાસમા આણંદ. કમલેશભાઈ લુહાર. કાંતિભાઈ પીઠવા. હસમુખભાઈ સોલંકી. વલ્લભભાઈ હંસોરા. યોગેશભાઈ સોલંકી. વિનુભાઈ ઢસા વાળા. ગોપાલભાઈ મારુ મોરબી. પરેશભાઈ દાવડા રાજકોટ. પ્રવીણભાઈ મકવાણા લીલીયા. વિગેરેમાં અનુભવની હાજરીમાં ધર્મ સભા યોજાઈ હતી
આ પ્રસંગે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા ના રાષ્ટ્રીય અગ્રણી અને પ્રદેશ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ એ જણાવેલ કે સમગ્ર દેશમાં વિશ્વકર્મા સમાજની એકતા વધી રહી છે જેનું માધ્યમ છે આપણા લુહાર પંચાલ વિશ્વકર્મા સમાજના ભામાશા પરસોતમભાઈ પિત્રોડા દાસ કાકા વગેરેના માધ્યમથી સમાજ એકતા ના તાતણે બંધાઈ રહ્યો છે ત્યારે સમગ્રગુજરાત અને દેશના ભામાશાઓને ધન્યવાદ પાઠવું છું
આ સાથે દુઃખની વાત કરતા કિશોરભાઈ રાઠોડ એ જણાવેલ કે તાજેતરમાં જ બિલખા ગામની હિન્દુ લુહાર સમાજની દીકરીને મુસ્લિમ શખ્સ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહણ કરીને નાસી ગયો છે
જે ઘટનાની સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા હતા બાદ બીલખા સમસ્ત હિન્દુ સમાજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બિલખા બંધનું એલાન આપી સજ્જડ બંધ પાડ્યો હતો અને તાત્કાલિક હિન્દુ દીકરીને વિધર્મી પાસેથી લાવી તેમના પરિવારને સોંપવાની માગણી કરી હતી અને અપહરણ કરતા વિદ્યમી શખ્સ સામે કાયદેસરની કડક કાર્યવાહી  કરવાની માગણી કરી હતી. આ સમયે સમસ્ત હિંદુ સમાજ વતી જિલ્લા પોલીસ વડા જૂનાગઢને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું છતાં પણ પોલીસે ચોવીસ કલાકમાં આરોપીને ઝડપી લેવાની ખાતરી આપ્યા બાદ પણ આજે દસ દસ દિવસ થયા પણ પોલીસે આરોપીને શોધી નથી શકી તે ઘણી દુઃખની વાત છે
જુનાગઢ જિલ્લાની પોલીસની ખાતરી બાદ પણ એક આરોપીને ઝડપી નહીં શકતા આ બાબતે સમગ્ર હિન્દુ લુહાર વિશ્વકર્મા સમાજે પણ ચિંતા ની લાગણી વ્યક્ત કરી હતી અને આવનારા દિવસોમાં ગાંધીનગર ખાતે રાજ્યના ગૃહ મંત્રીને આ બાબતે રજૂઆત કરવામાં આવશે
આ બાબતે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા તાત્કાલિક સ્પેશિયલ બ્રાન્ચ ને તપાસો આપી અને આરોપીને ઝડપીને સખત સજા કરે અને દીકરીને તેના વાલીઓને શોઓએ તેવી સમસ્ત હિન્દુ સમાજ વતી આટકોટ ખાતે યોજાયેલ ધર્મ સભામાં માગણી કરી હતી
આ સમયે ધર્મસભામાં ઉપસ્થિત તમામ મહાનુભાવો તેમજ વિશાળ જનમેદનીએ બે હાથ ઊંચા કરીને સમર્થન આપ્યું હતું કોઈપણ સંજોગોમાં હિન્દુ સમાજની દીકરીને વિદર્મી પાસેથી પાછી લાવવા બાબતે કોઈપણ બાબતે જન આંદોલન કરવું પડશે તો પણ સમસ્ત હિન્દુ સમાજ કરવા તૈયાર છે તેવો સંકલ્પ લેવાયો હતો
ધર્મ સભામાં લુહાર સમાજના અગ્રણી અને પૂર્વ નગરપતિ જે.પી રાઠોડ એ સૌનું સ્વાગત કર્યું હતું આ સાથે લુહાર સમાજના અગ્રણી એવા વિનુભાઈ ડોડીયા ઢસાવાળા કિશોરભાઈ પરમાર ઢસા બકુલભાઈ પરમાર જસદણ હિરેનભાઈ પરમાર અરવિંદભાઈ ચૌહાણ હરેશભાઈ દાવડા અશોકભાઈ રાઠોડ શાંતિભાઈ રાઠોડ સ્વ.નારણભાઈ ડોડીયા પરિવારભરતભાઈ મકવાણા જયંતીભાઈ પરમાર ડોડીયાળા વાળા રામજીભાઈ પરમાર રમેશભાઈ ડોડીયા વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

(10:28 pm IST)