Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

પોરબંદરમાં ભારે વરસાદના લીધે રાણાવાવમાં પાણી ભરાયા : ભોરસર સીમ શાળામાંથી 80 જેટલા બાળકોનું રેસ્ક્યુ કરાયું

કળામાં પાણી આવતા બાળકો ઘેર પરત જઈ શકે તેમ ન હતા; ટ્રેક્ટરમાં બેસાડી બાળકોને સલામત સ્થળે ખસેડાયા

 

પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે ત્યારે પોરબંદરના રાણાવાવમાં આવેલી ભોરસર સીમ શાળામાંથી 80 જેટલા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. વોકળામાં પાણી આવતા બાળકો પરત જઈ શકે તેમ ન હતા. જે બાદ રેવન્યુ અને પોલીસની ટીમે સ્થાનકિોની મદદથી બાળકોને સુરક્ષિત સ્થળે લઈ જવાનું વિચાર્યું હતું. જે બાદ ટ્રેક્ટરમાં બેસાડી બાળકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા

(12:08 am IST)