Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

સુરેન્દ્રનગર જિલ્લામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા”:લખતરના વરસાણી અને વિઠ્ઠલગઢ, લીંબડીના રળોલ તથા ગેડી ખાતે, ચુડાના ભૃગુપુર અને ગોખરવાળા ગામે રથને આવકાર સાથે મુખ્ય કાર્યક્રમો યોજાશે

સુરેન્દ્રનગરઃઆઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારના ૨૦ વર્ષના વિશ્વાસ અને વિકાસની ગાથા રજૂ કરતા 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' કાર્યક્રમ અંતર્ગત આજે તા.૦૬-૦૭-૨૦૨૨ યાત્રાના બીજા દિને વિકાસ રથ-૧ લખતર તાલુકાના વરસાણી ખાતે પહોંચશે, જ્યાં સવારનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. લખતર તાલુકાના અણીયાળી, ભાલાળા, ભડવાણા, દેવળીયા, ભાથરીયા, ડેરવાળા, તલસાણા, તાવી, વડેખણ, કળમ, તનમનીયા ગામનો મુખ્ય કાર્યક્રમ વરસાણી ખાતે યોજાશે. તેમજ સાંજે લખતર તાલુકાના વિઠ્ઠલગઢ, ભાસ્કરપરા, જ્યોતિપરા, વિઠલાપર, માલિકા, વડલા, ગાંગડ, બાબાજીપરા, છારદ, કલ્યાણપરા, ઓળક, અને કડુ ગામનો મુખ્ય કાર્યક્રમ વિઠ્ઠલગઢ ખાતે યોજાનાર છે.  જ્યારે જિલ્લાનો રથ-૨ લીંબડી તાલુકાના રળોલ અને જશમતપર ગામનો મુખ્ય કાર્યક્રમ રળોલ પ્રાથમિક શાળા ખાતે સવારે યોજાશે ત્યારબાદ રામરાજપર, કટારીયા, જાંબુ અને ગેડી ગામનો મુખ્ય કાર્યક્રમ સાંજે પ્રાથમિક શાળા ગેડી ખાતે યોજાશે. આ ઉપરાંત ત્રીજા નંબરનો રથ ચૂડા તાલુકાના ચુડા, ભૃગુપુર, સેજકપર, લાલિયાદ, વેજલકા, વાણીયાવદર, મીણાપુરનો મુખ્ય કાર્યક્રમ ભૃગુપુર હાઈસ્કુલ ખાતે અને સાંજે ચાચકા, છતિયાળા, ગોખરવાળા,રામદેવગઢ, ઝિંઝાવદરનો મુખ્ય કાર્યક્રમ ગોખરવાળા પ્રાથમિક શાળામાં યોજાશે. આ રથોનું માર્ગમાં આવતા ગામો ખાતે સ્વાગત કરવામાં આવશે. મુખ્ય કાર્યક્રમના ગામો ખાતે આગમન પહેલા પ્રભાતફેરી, યોગ, વૃક્ષારોપણ, આંગણવાડીમાં વાનગી સ્પર્ધા, તેમજ આરોગ્ય કેમ્પ અને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનો કેમ્પ યોજાશે.

કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ યોજના વિશે માહિતી પણ આપવામાં આવશે. જિલ્લામાં 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' અંતર્ગત વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂર્હુત, નવા મંજુર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ, યોજનાઓનો પ્રચાર પ્રસાર, ફિલ્મ નિદર્શન, સાફલ્ય ગાથા જેવા  લોકાભિમુખ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

(12:45 am IST)