Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ગોંડલ પંથકમા દોઢ થી બે ઇંચ સચરાચર મેઘ વર્ષા : ખેડૂતોમાં ખુશી

મોવિયા,વાસાવડ, ગોમટા, ચોરડી સહીત ગ્રામ્ય પંથકમા દોઢ થી બે ઇંચ વરસાદ

ગોંડલ : ગોંડલ મા સવાર થીજ ગોરંભાયેલા આકાશ વચ્ચે ધીમી ધારે પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો.તાલુકા ના મોવિયા,વાસાવડ, ગોમટા, ચોરડી સહીત ગ્રામ્ય પંથકમા દોઢ થી બે ઇંચ વરસાદ વરસ્યો છે.ધીમી ધારે વરસેલી મેઘવર્ષા ખેતી માટે ફાયદાકારક હોવાનુ ખેડૂતોએ જણાવ્યુ હતુ

(12:47 am IST)