Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

બગસરાઃ સ્‍કૂલવાનમાં શોટ સર્કીટઃ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ

(સમીર વિરાણી દ્વારા), બગસરાઃ બગસરાથી મુંજિયસર જતી સરકારી સ્‍કૂલ મેજીક મા અચાનક શોટ સર્કિટ થતાં ધુવાડો નીકળતાની સાથે જ મેજિકના ડ્રાઈવર દ્વારા વિદ્યાર્થીને ઝડપથી ઉતરી દેવામાં આવતા આબાદ બચાવ થયો હતો.
બગસરા થી ૧૫ જેટલા મોટા વિદ્યાર્થીને લયને મોટા મુંજિયાસર જતી વખતે પોલીસ સ્‍ટેશન પાસે અચાનક ધુવાડો નીકળતા જ બધા વિદ્યાર્થીને નીચે ઉતરી દેવામાં આવીયા હતા ત્‍યારે બધા વાલીઓ તથા ગામ લોકો ત્‍યાં દોડી ગયેલ હતા અને તંત્ર દ્વારા ફાયર ફાઈટર દ્વારા ધુવાડો નીકળતો હતો ત્‍યાં કાબૂમાં લેવામા આવ્‍યો હતો.
જયારે આ બધા વિધાર્થી ઓ સરકારી પ્રાથમિક શાળાએ જતા હતા ત્‍યારે બધા વિદ્યાર્થી ઓનો આબાદ બચાવ થયો હતો.

 

(10:49 am IST)