Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

પૂ.મનનમુનીજી મ.સા.ની ગુણાનુવાદ સભા સંપન્‍ન

પૂ.રાજગુરૂ ભગવંતના શિષ્‍ય નવદિક્ષીત અનસન આરાધક

રાજકોટ,તા.૬: ગોંડલ સંપ્રદાયના બહુશ્રુત આચાર્ય સ્‍વ.પૂજય શ્રી જસાજી સ્‍વામીના પરિવારના સ્‍થવીર ગુરૂદેવ સ્‍વ.પ્રેમચંદજી મહારાજના શિષ્‍યરત્‍ન રાજેશમુનિજી મહારાજની કૃપાથી અનશન આરાધક નવ દીક્ષિત શ્રી મનનમુનિજી મહારાજનો સંથારો ૭મા દીવસે ગઈકાલે સમાધિ ભાવે સીઝી ગયેલ હતો. રાજગુરૂભગવંતના શિષ્‍ય નવદીક્ષિત આજીવન અનશન આરાધક શ્રી મનનમુનિજી મહારાજની અનશન તપની અંતિમ આરાધના તા.૨૮ જૂનથી ચાલી રહેલ હતી.
અનશન આરાધક નવદીક્ષિત શ્રી મનનમુનિજી મહારાજનો ગઈકાલે તા.૫ મંગળવારના રોજ સંથારો ૭મો દિવસ રહેલ હતો. સંપૂર્ણ જાગૃતિ તથા પૂર્ણ સભાનતામાં તેમજ ઉતમ ભાવના રહી સુખે સમાધિએ સમતાભાવમાં રમણતા કરતા શ્રી રાજગુરૂભગવંત મુનિ ભગવંતો, શ્રી સંઘની ઉપસ્‍થિતિમાં મંગળવારે બપોરે ૩:૧૫ કલાકે સમાધિપૂર્વક સંપન્‍ન થયેલ હતો.
સંઘરત્‍ન શ્રેષ્‍ઠીવયે શ્રી નગીનદાસ જગજીવનભાઈ સંઘવી (ઉ.વ.૮૪) ત્રણેય મનોરથ પૂર્ણ કરવાની ઉત્‍કષ્‍ટ ભાવના તે પૂજયશ્રી રાજગુરૂભગવંતની અનેતીકૃપાથી સંપન્‍ન પણ થઈ. ૨૯ જૂનથી સંથારા પ્રારંભ થયો. ૫ જુલાઈના રોજ જૈન ભાગવતી દીક્ષા અંગિકાર કરી મનન મુનિજી મહારાજ સાહેબ બનેલ હતા.
આજે મુનિ ભગવંતોની નિશ્રામાં શ્રી મનનમુનિજી મહરાજની ગુણાનુવાદ સભા સવારે ૯ થી ૧૦:૩૦ શીતલનાથ જૈન સંઘમાં ગિરનારા સોની જ્ઞાતિ વાડી (રાણીંગા વાડી), કાન્‍તાસ્ત્રી વિકાસગૃહ રોડ ખાતે યોજાઈ હતી. તેમ સહપ્રમુખ પરેશભાઈ પટેલે જણાવેલ છે.

 

(10:51 am IST)