Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

માંગરોળના શીલ પાસે ખનિજ ચોરી પકડાઇ

(વિનુ જોશી)  જુનાગઢ તા.૬ : માંગરોળનાં શીલ પાસેથી ખનિજ વિભાગે ખનિજ ચોરી પકડી પાડી તે બે શખ્સો સામે કાર્યવાહી કરી હતી.

ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતુ જુનાગઢના માઇન્સ સુપરવાઇઝર યોગેશભાઇ જેસીંગભાઇ વગેરેએ માંગરોળના શીલ નજીકથી ખનિજ ચોરી પકડી પાડી હતી.

જેમાં પોરબંદરના પાતા ગામના હાથીયાભાઇ શામળાભાઇ કારાવદરા અને માંગરોળનાં દિવાસા ગામના મનસુખ કરશનભાઇ ચુડાસમાએ રોયલ્ટી વગર ટ્રકમાં લાઇમ સ્ટોનની હેરાફેરી કરી રૃા.૧,૩પ,૯૬૯ની ખનિજ ચોરી કર્યાની ફરિયાદ થતા શીલના ઇન્ચાર્જ પી.એસ.આઇ. એસ.આર.સોલંકીએ તપાસ હાથ ધરી છે

(12:04 pm IST)