Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

સુરેન્દ્રનગરમાં સેવાસેતુ અંતર્ગત કુલ ૩૫,૬૪૪ અરજીઓનો નિકાલ કરાયો

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ, તા ૬ : નાગરિકોને ટેકનોલોજીના માધ્યમથી ઝડપી સેવાઓ મળી રહે તે માટે ગુડ ગવર્નન્સ અંતર્ગત રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જનસેવા સેવાને વધુ જનલક્ષી કરવામાં આવી છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં સેવા સેતુના કાર્યક્રમો તાલુકા કક્ષાએ કરવામાં આવ્યા હતા. સેવા સેતુના આ ઝુંબેશ કાર્યક્રમમાં  જિલ્લામાં કલેકટર કે.સી સંપટના માર્ગદર્શન હેઠળ દરેક તાલુકામાં મહત્તમ નાગરિકોને વધુ સેવા મળે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.

જે અંતર્ગત જિલ્લામાં કુલ ૩૫,૬૪૪ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. નાગરિકોને જુદા જુદા પ્રકારના દાખલા તેમજ સર્ટિફિકેટ અને મંજૂરીઓ અને સામાજિક સેવાઓ હેઠળ સહાય મેળવવા માટેના પ્રમાણપત્રો સહિત કુલ ૫૬ સેવાઓ અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી. સેવાસેતુના કાર્યક્રમોમાં નગરપાલિકામાં અરજીઓનાં નિકાલની વિગતો મુજબ ચોટીલા ૩૪૪, થાનગઢ ૧૨૫૩, ધાંગધ્રા ૧૩૭૩, પાટડી ૧૧૫૦, લીંબડી ૧૬૬૯, સુરેન્દ્રનગર ૧૨૭૨ મળી કુલ ૭૦૬૧ અરજીઓનો નિકાલ કરાયેલો છે. તાલુકા વાઇઝ  ધાંગધ્રા ૪૦૬૨, દસાડા ૩૯૦૪, સાયલા ૩૪૭૨, મૂળી ૩૦૪૫, લીંબડી ૩૦૨૮, ચુડા ૨૮૨૭, લખતર ૨૨૮૭, ચોટીલા ૨૨૮૦, વઢવાણ ૨૨૬૫, થાનગઢ ૧૩૭૦, કુલ મળીને ૨૮,૫૮૩ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો

(12:07 pm IST)